તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સૌરાષ્ટ્ર યુનિ.ને ભ્રષ્ટાચારનું કેન્સર થયું છે : યૂથ કોંગ્રેસ

સૌરાષ્ટ્ર યુનિ.ને ભ્રષ્ટાચારનું કેન્સર થયું છે : યૂથ કોંગ્રેસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ભ્રષ્ટાચારનું કેન્સર થયું હોવાનો ગંભીર આક્ષેપ યૂથ કોંગ્રેસના આગેવાનોએ કર્યો છે. કુલપતિ ડો. મહેન્દ્ર પાડલિયાને રજૂઆત કરીને થાકેલા એનએસયુઆઇ અને કોંગ્રેસે સોમવારે કલેકટરને આવેદનપત્ર પાઠવી શિક્ષણમંત્રી સુધી પોતાની માગણી અને લાગણી પહોંચાડવા રજૂઆત કરી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાવાહકો અને કેટલાક સિન્ડિકેટ સભ્યો ભ્રષ્ટાચાર આચરવામાં કેટલા ગળાડૂબ છે તે અંગે મૌખિક રજૂઆત પણ કલેકટરને કરવામાં આવી હતી.
સનમૂન એજયુકેશન ડમી કોલેજ છે, છતાં પગલાં લેવાતા નથી
યૂથ કોંગ્રેસના રાજદીપિંસહ જાડેજા, મુકેશ ચાવડા તેમજ એનએસયુઆઇના આદિત્યિંસહ ગોહિલ અને મયૂર વાંક સહિતના આગેવાનોએ કલેકટરને લેખિતમાં જણાવ્યું હતું કે, સનમૂન એજયુકેશન ડમી કોલેજ છે. આમ છતાં, કોઇ પગલાં લેવાતા નથી. સેલ્ફ કોલેજોના સ્થળ સ્થળાંતરના મામલે વ્યાપક ગોટાળા થાય છે. અમુક સિન્ડિકેટ સભ્યોની આમાં સંડોવણી છે.
બધાને ખબર છે છતાં, બધું જ ચલાવાય છે. સરકાર ફીનું માળખું જાહેર કરતી નથી. આથી, સ્વનિર્ભર કોલેજોના સંચાલકોને વિદ્યાર્થીઓને લૂંટવાનો જાણે પરવાનો મળી ગયો છે.કયા કયા મુદ્દે થાય છે કૌભાંડો
માઇન્ડ લોજિક કંપનીને વિના કારણે અપાયો છે કરોડો રૂપિયાનો કોન્ટ્રાકટ
વિદ્યાર્થીઓના એમ. એ., એમ. કોમ., એકસટર્નલ લાખો રૂપિયાના પુસ્તકો છપાયેલા એ પણ યુનિવર્સિટીની ભૂલને કારણે ધૂળ ખાય છે
પ્રાઇવેટ લિમિટેડ કંપનીને કોન્ટ્રાકટ આપવાથી વિદ્યાર્થીઓના પરિણામમાં પણ ઘણો વિલંબ થાય છે. જેના કારણે વિદ્યાર્થીઓ ત્રાહિમામ્ છે.
૮૦૦૦ જેટલી માર્કશીટ ભૂલના કારણે બીજી છપાવવી પડશે. જેનો એક માર્કશીટનો ખર્ચ રૂ. ૪/- છે.
વિદ્યાર્થીઓ ઉપર વધારાનું ભારણ જેમ કે, પરીક્ષા ફી ઉપરાંત હાલમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરપિત્રની અંદર કોલેજોને પ્રાયોગિક પરીક્ષા માટે અલગથી વિદ્યાર્થીઓ પાસેથી રૂ. ૧૦૦/- લેવામાં આવે છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેલ્સ ફાઇનાન્સ કોલેજો કોમર્સ, આટ્gસ અને સાયન્સ ફીનું ધોરણ કોઇ ચોક્કસ નક્કી નથી. કોલેજો મન ઘડત રીતે ફીની લૂંટ ચલાવે છે.