• Gujarati News
  • શુક્રવારે ૨૦૦૦ કિટ ઉત્તરાખંડ મોકલાશે

શુક્રવારે ૨૦૦૦ કિટ ઉત્તરાખંડ મોકલાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્તરાખંડના પીડિતોને મદદ માટે રાજકોટની સ્વૈિચ્છક સંસ્થાઓએ કમર કસી છે. પૂરગ્રસ્ત બાંધવોને કરિયાણું, ઘરવખરી અને વરસાદી માહોલથી બચવા માટેની તમામ જરૂરી ચીજો ધરાવતી કીટ મોકલવાનું બીડું રાજકોટની સ્વૈિચ્છક સંસ્થાઓએ ઝડપી લીધું છે. આગામી શુક્રવારે રાજકોટથી નમકથી માંડી રેઇન કોટ ધરાવતી ૨૦૦૦ કીટ ઉત્તરાખંડ મોકલાશે. જોકે મુશ્કેલી એ છે કે સરકાર દ્વારા મોકલાયેલી ચીજોની યાદીમાં દરેક કીટમાં એક તંબૂનું પણ સૂચન છે. આ ટેન્ટ મેળવવા મુશ્કેલ અને કિંમતની દ્રષ્ટીએ પણ પરવડે તેમ ન હોઇ ટેન્ટ વગરની કીટ જ મોકલાય તેવી સંભાવના છે.
તાજેતરમાં કલેકટરે શહેરની સ્વૈિચ્છક સંસ્થાઓ સાથે એક બેઠક યોજી હતી. કલેકટર ડો. રાજેન્દ્રકુમારે અગાઉ જણાવ્યું હતું કે જેટલી બની શકે તેટલી વધુ સંખ્યામાં આ કીટ પૂરી પાડવા સ્વૈિચ્છક સંસ્થાઓને જણાવાયું હતું.રાજ્ય સરકારની સૂચના મુજબ આ કીટમાં નમકથી માંડી ટેન્ટ સુધીની કુલ ૪૩ ચીજો હશે. જેમાં કરિયાણામાં નમક, મરચાંની ભૂકી, હળદર, ધાણાજીરંુ, રાય, સરસિયું, ચોખા, મગદાળ, ઘઉંનો લોટ, ચણા, મિલ્ક પાઉડર, દાળીયા, બિસ્કિટ, ખાંડ, ચાની પત્તીનો સમાવેશ થાય છે. જ્યારે ઘરવખરીમાં મીણબત્તી, માચીસ, સ્ટીલની પ્લેટ, સ્ટીલનો પ્યાલો, સ્ટીલની કટોરી, સ્ટીલની તપેલી, ચમચી, ડબ્બા, પ્લાસ્ટિકની ગરણી, સ્ટવ, ધાબળા-કમ્બલ, ટોર્ચ-બેટરી, ટોવેલ, નેપકીન, ટૂથપેસ્ટ-બ્રશ, સાણસી, કાંસકા, નાનો અરિસો, સાડી તેમજ નહાવાનો અને કપડાં ધોવાનો સાબુ વગેરે મોકલાશે.આ ઉપરાંત હાલની વરસાદી મોસમને ધ્યાને રાખીને ટેન્ટ(તંબૂ), તાલપત્રી, રેઇનકોટ, બેડ શિટ, છત્રી, સ્લીપર, પ્લાસ્ટિકની ડોલ તથા ટબ વગેરે મોકલવા પણ સૂચન
કરાયું છે.
ટેન્ટ સાથેની કિટની કિંમત ખૂબ વધી જાય છે
ઉત્તરાખંડ માટે રાજકોટની સ્વૈિચ્છક સંસ્થાઓને ટહેલ નખાઇ છે. ત્યારે આ કીટમાં મોકલવા માટેની કરિયાણાની આઇટેમો એકઠી થઇ ગઇ છે. ઘરવખરી અને વરસાદી ચીજવસ્તુઓ મળવામાં મુશ્કેલી છે. બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના જયેશભાઇ ઉપાધ્યાયના જણાવ્યા મુજબ સ્વૈચ્છી સંસ્થાઓના પ્રતિનિધિઓને બુધવારે ફરી કલેકટર કચેરીમાં એકઠા કરાઇ રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ આ યાદીમાં ટેન્ટ મોકલવા સંભવ નથી. ઉલ્લેખનીય છે કે ટેન્ટની જવાબદારી મોટાભાગની સ્વૈિચ્છક સંસ્થાઓએ સ્વીકારી નથી. સરકાર આ ટેન્ટ હવે સૈન્ય અથવા એસઆરપી પાસેથી મેળવે તો પણ બહુ મોટી સંખ્યામાં ટેન્ટ મોકલાય તેવી સંભાવના નહીવત છે.દરેક કિટ સાથે ટેન્ટ નથી મોકલવાના: કલેકટર
ઉત્તરાખંડ મોકલવા માટેની કીટ સાથે ટેન્ટ મોકલવામાં મુશ્કેલી જણાઇ રહી છે. આ અંગે કલેકટર ડો.રાજેન્દ્રકુમારે કરેલી સ્પષ્ટતા મુજબ દરેક કીટ સાથે ટેન્ટ મોકલવાની જરૂરત નથી. તેમના જણાવ્યા મુજબ ટેન્ટ અને તાલપત્રી એ અલગથી મોકલવાના છે. દરેક કીટ સાથે મોકલવાના રહેશે નહીં. તેમને કહ્યું હતું કે ટેન્ટ આસાનીથી ઉપલબ્ધ થતા નથી તે વાસ્તવિકતા છે. જેથી જેટલા બને તેટલા ટેન્ટ જ મોકલવામાં આવશે.