• Gujarati News
  • કીમ બજારમાં ૩ દુકાનના તાળા તૂટયા

કીમ બજારમાં ૩ દુકાનના તાળા તૂટયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કીમમાં ગતરાત્રિના બજાર વિસ્તારમાં આવેલી ત્રણ જેટલી દુકાનોના તાળા તોડી તસ્કરો જે તે દુકાનમાંથી માલસામાનની ચોરી કરી ગયા હતાં. જોકે, આ અંગે કોઈ પોલીસ ફરિયાદ થવા પામી હોવાનું જાણવા મળેલ છે.
આ અંગે મળતી વગિત મુજબ કીમમાં ગતરાત્રિના બજાર વિસ્તારમાં કઠોદરા ગામ તરફ જતા રસ્તે આવેલ ત્રણ દુકાનોના તાળા તોડી નાંખી મોબાઈલ, કપડા સહિત અન્ય ચીજવસ્તુઓની ચોરી કરી હતી. વગિત મુજબ કઠોદરા રોડ પર આવેલ જયોતિ મોબાઈલમાંથી નવા અને જુના અનેક મોબાઈલો તેમજ રપિેરમાં આવેલ મોબાઈલો સહિત વિવિધ કંપનીની રિચાર્જ કુપનો પણ લઈ ગયા હતાં. આ ઉપરાંત તેની સામે થોડે દૂર આવેલ વંદના કાપડની દુકાનમાંથી પણ જીન્સ પેન્ટ, ટીશર્ટની નવી નક્કોર ઘણી જોડી તસ્કરો શટરના તાળા તોડી દુકાનમાં પ્રવેશી લઈ ગયા હતાં. જ્યારે તેની પાછળ આવેલ કે. જી. ટેલરની નામની દુકાનમાં પણ તસ્કરોએ હાથફેર કરતાં ત્યાંથી પણ કાપડની જોડીઓ ઉઠાવી ગયા હતાં. ત્યારે કીમમાં ચોરી કરવા ઉપરાંત તસ્કરો પાન મસાલા ખાઈને થુકી જઈ દુકાનો પણ બગાડી નાંખી હતી. ત્યારે ઉપરોકત ત્રણ દુકાનોમાંથી રોકડ રકમ પણ ગઈ હોય તેમજ મોટી સંખ્યામાં કાપડની જોડી, મોબાઈ રિચાર્જ કુપનો પણ ચોરાઈ જવા પામી હતી. જોકે, આ અંગે કોઈ પણ પોલીસ ફરિાયદ કામ પોલીસ મથકમાં નોંધાઈ ન હોવાનું જાણવા મળેલ છે.