• Gujarati News
  • મોટરસાઈકલ સવાર પાસેથી ૨૦ હજારનો વિદેશી દારૂ ઝડપાયો

મોટરસાઈકલ સવાર પાસેથી ૨૦ હજારનો વિદેશી દારૂ ઝડપાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોસંબા પોલીસની પાલોદ ઓપીના કર્મીઓને ગતરાત્રિના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ખાતે નવાપરા જીઆઈડીસીમાં આવેલ ઓમકાર બિલ્ડિંગની સામે ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂની બોટલ વેચાતી હોવાની બાતમી મળતાં પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરતાં બે યુવકો મોટરસાઇકલ (જીજે-૫જીજે-૧૮૬) ઉપર બેઠા હતાં. બે યુવાનો પાસેથી વિદેશી દારૂની નાની મોટી બોટલ મળી આવી હતી.
પોલીસે બે મોબાઈલ ૨૧ હજારથી વધુનો વિદેશી દારૂ ૨૦ હજારની મોટરસાઈકલ મળી કુલે ૪૩૮૦૦નો મુદ્દામાલ ઝડપી પાડી પંકજ શ્રીરામ શ્રીવાસ્તવ, વજિય સીતારામ શ્રીવાસ્તવ બંને રહે પાલોદની ધરપકડ કરી પ્રોહીનો ગુનો નોંધ્યો છે.