-

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એચઆઇવી ગ્રસ્તોને મોકલાતા ૨૧૦ બાળકો ગેરહાજર રહ્યા
જનની ધામ દ્વારા એચઆઈવી ગ્રસ્ત બાળકોને આંબોલીની પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે મુકવામાં આવતાં આ શાળામાં અભ્યાસ કરતાં ૨૧૦ બાળકો ગેરહાજર રહ્યાં હતાં. આ ગરીબ, દલીત બાળકો શિક્ષણથી વંચિત થઈ ગયા છે. એચઆઈવી ગ્રસ્ત બાળકોની અલાયદી વ્યવસ્થા કરવામાં આવશે. પછી ગામના બાળકોને અભ્યાસ માટે મોકલવામાં આવશે. તેમ માજી સરપંચ તથા માજી તાલુક પંચાયતના સભ્ય કિશોરભાઈ કંથારિયાએ જણાવ્યું હતું.
બાળકોને વ્યવસ્થા જોઇએ તે અમે આપશુ તેમ કલેકટરે કહ્યુ
આંબોલી ગામના સામાજિક કાર્યકર અલીભાઈ જોબનને જણાવ્યું હતું કે સોમવારના રોજ એચઆઈવી ગ્રસ્ત બાળકોને સ્કૂલમાં અભ્યાસ કરતાં હોવાથી ગ્રામજનોના વિરોધ કરી ધરણા પર બેઠા છે. સ્કૂલમાં અભ્યાસ કરતાં અન્ય બાળકોનું સ્વસ્થ્ય જોખમાય છે. અગાઉ કલેકટર દ્વારા જનની ધામના સંચાલિકા દક્ષાબહેનને સૂચના આપી હતી કે તમારા સ્કૂલ સંકુલમાં રાખી તમારા બાળકોને ભણાવો જે વ્યવસ્થા જોઈએ તે અમે પુરી પાડીશું તેમ કલેકટર કહી જવા છતાં પણ એચઆઈવી ગ્રસ્ત બાળકો પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે મોકલી આપ્યા હતાં. યોગ્ય નિકાલ સાથે આવી માંગણી કરી છે.
એચઆઇવી ખાવા પીવા તથા સાથે રહેવાથી નથી ફેલાતો
^ આ અંગે જણાવ્યું હતું કે જનની ધામમાં ૩૫ દીકરીઓ છે જેમાંથી એચઆઈવી ગ્રસ્ત ૨૬ દીકરીઓ આંબોલી પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે મુકવામાં આવી છે. ગ્રામલોકોને એચઆઈવીના કારણે વિરોધ છે. એચઆઈવી ખાવા પીવા તથા સાથે રહેવાની નથી ફેલાતો જે અંગે ગ્રાજનો જણાવેલ છે. જે સરકારી તંત્ર પણ ગ્રામજનોએ જણાવ્યું હતું. રસીકભાઈ ભુવા (જનની ધામ ઈન્ચાર્જ)