તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • નલિયામાં ડંફ કેરોસીન સાથે એક માણસ ઝડપાયો

નલિયામાં ડંફ કેરોસીન સાથે એક માણસ ઝડપાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નલિયા નજીકથી પોલીસે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન કેરોસીનના બેનામી જથ્થા સાથે છોટાહાથીમાં જતા શખ્સને પકડી પાડÛો હતો. આ મામલામાં ૧૪૦૦ લિટર કેરોસીનનો માલ ગેરકાયદે જણાઇ આવતાં પોલીસે ત્રણ શખ્સ સામે આવશ્યક ચીજ વસ્તુધારા હેઠળ ગુનો નોંધ્યો હતો. આરોપીઓમાં નખત્રાણામાં મોટું માથું ગણાતા સસ્તાં અનાજના દુકાનધારક સહિત બે સૂત્રધારના નામ સામે આવતાં ચકચાર વ્યાપી ગઈ હતી.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે ભાંગતી રાત્રે નલિયા નજીક એક શંકાસ્પદ છકડાને અટકાવવામાં આવ્યો હતો. જીજે ૧૨ એવી ૫૯૭૭ નંબરના આ છોટાહાથીની તલાશી લેતાં એમાંથી જુદી-જુદી માત્રામાં પ્લાસ્ટિકના કેરબામાં ભરેલો બ્લૂ કેરોસીનનો ૧૪૦૦ લિટરનો જથ્થો મળી આવ્યો હતો. ચાલક ડુંગર વંકા રબારી(ઉખેડા)ની પૂછપરછ કરતાં આ જથ્થો તે નખત્રાણામાં સસ્તાં અનાજની દુકાન ધરાવતા પ્રકાશ મારાજ પાસેથી લાવીને આશાપરના જયંતી લિંબાણી(પટેલ)ને આપવા જઈ રહ્યો હતો, એવી કબૂલાત આપી હતી. પહેલાં પોલીસે શંકાસ્પદ જથ્થા તરીકે ગુનો નોંધ્યો અને બાદમાં આરોપી ડુંગર કોઇ આધાર રજૂ કરી ન શકયો અને મુદ્દામાલ ગેરકાયદે હોવાની તેણે કબૂલાત આપતાં પોલીસે આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ગુનો નોંધી ડુંગરની ધરપકડ કરી હતી. અન્ય આરોપીની ધરપકડ માટે તપાસ આગળ વધારવામાં આવી હતી. નખત્રાણાનો પ્રકાશ મારાજ મોટું માથું ગણાતો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.