તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • શિક્ષણ તંત્રમાં પડેલાં ગાબડાં પચ્છમમાં બહાર આવ્યાં

શિક્ષણ તંત્રમાં પડેલાં ગાબડાં પચ્છમમાં બહાર આવ્યાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ તાલુકાના પચ્છમ પંથકમાં આવેલા સુમરાપોર ગામની જર્જરિત શાળામાં અભ્યાસ કરતાં ભૂલકાં પર એકાએક છતના પોપડાં ખરી પડતાં ભાગાભાગી થઈ પડી હતી. આ બનાવમાં ચાર ભૂલકાં ઘાયલ થયાં હતાં, જેમાં એક બાળકની હાલત ગંભીર બનતાં તેને ભુજ ખસેડવામાં આવ્યું હતું. જિલ્લાની પ્રાથમિક શાળાઓની કેવી દારૂણ પરિસ્થિતિ છે એનું વરવું ર્દષ્ટાંત આ ઘટનાથી સામે આવ્યું હતું.
સુમરાપોરમાં પ્રાથમિક શાળાના જર્જરિત મકાનની ચાલીમાં સોમવારે બપોરે ધો.૨,૩ અને ૪ના વિદ્યાર્થી અભ્યાસ કરતા હતા, એ દરમિયાન છતમાંથી સિમેન્ટના પોપડાં પડ્યાં હતાં. આ બનાવમાં વિદ્યાર્થીઓ વાહેદ અલીમામદ, રશીદ શકુર, સનાવાલ
...અનુસંધાન પાના નં. ૬
મામદ સુમરા અને ઇરફાન હાસમ સુમરાને ઇજા થઈ હતી. વાહેદને વધુ ઇજા હોવાથી સારવાર માટે ભુજ ખસેડવામાં આવ્યો હતો.
જર્જરિત શાળા અંગે ગામલોકોએ અગાઉ પણ તંત્રનું ધ્યાન દોરી નવી ઇમારત બનાવવાની માગણી કરી હતી. પાંચેક માસ પહેલાં થયેલી આ રજૂઆત વિશે હજી પણ સરકાર તરફથી કોઇ જવાબ મળ્યો નથી, એવા સમયે બનેલી આ ઘટનાએ સરકારની લાપરવાહી છતી કરી દીધી છે.


પ્રા.શિક્ષણાધિકારીને છેક સાંજે ખબર પડી
આ બનાવ વિશે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નટવરસિંહ રાઠોડને છેક સાંજે પોણા છ વાગ્યાની આસપાસ જાણકારી મળી હતી. સોમવારે સાંજે તેઓ ડીડીઓ અને જિલ્લા પંચાયત પ્રમુખ સાથે મીટિંગમાં વ્યસ્ત હતા. શાળાનું નવું બાંધકામ કયારે થશે? એના ઉત્તરમાં તેમણે કહ્યું કે, એ તો તપાસ કરીને પછી કહી શકું.