• Gujarati News
  • પરણીતાની સાસરીયા વિરુધ્ધ શારિરીક ત્રાસની ફરીયાદ

પરણીતાની સાસરીયા વિરુધ્ધ શારિરીક ત્રાસની ફરીયાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરથાણા ખાતે રહેતી પરણીતાને સાસરીપક્ષે નાની બાબતે મારઝુડ કરી લગ્ન સમયબાદ ગર્ભ રહેલ તે પડાવી નાખવા દબાણ કરવા છતાં પુત્રનો જન્મ આપ્યો હતો ત્યાંરબાદ બે વર્ષના પુત્રનુ અપહરણ કરી માતાને મળવા પણ ન જવા દેતા સાસરીયાપક્ષ વિરૂધ્ધ પરણીતાએ ફરીયાદ આપી હતી. પોલીસના જણાવ્યા મુજબ હાલ કામરેજના કઠોદરા ખાતે પિયરમાં રહેતી શોભનાબેન લક્ષમણભાઇ સારણીયાનાં લગ્ન વર્ષ ૨૦૦૮માં જુનાગઢ જિલ્લાના માળીયાના બોરડી ગામે રહેતા હિતેષભાઇ દેવરાજભાઇ ઝાલાવાડીયા સાથે થયા હતા. લગ્ન જીવન દરમીયાન એક પુત્રનો જન્મ થયો હતો, ત્યા સુધી સંયુકત કુટુબમાં સસરા દેવરાજભાઇ ગોવિંદભાઇ, જેઠ અલ્પેશભાઇ , જેઠાણી ચંદ્રીકાબેન, કરશનભાઇ હરીભાઇ તથા સરોજબેન પ્રફુલભાઇ એકબીજાની મદદગારી કરી નાની બાબતે પરણીતાને ધાકધમકી આપી પતિ મારઝૂડ કરતો હતો.