• Gujarati News
  • દોઢ જ માસમાં પાંચમું મોત થતાં ભય

દોઢ જ માસમાં પાંચમું મોત થતાં ભય

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છમાં ભેદી તાવના અલગ-અલગ કિસ્સા નોંધાઇ રહ્યા છે, ત્યારે આરોગ્ય તંત્રની દોડધામ વધી ગઇ છે. માધાપરમાં થોડા દિવસ પહેલાં રબારી યુવાનનું કોંગો નામના તાવના કારણે તથા રવિવારે ભચાઉમાં એક યુવાનનું તાવથી થયેલાં મોતની ઘટના તાજી જ છે, ત્યારે અબડાસા તાલુકાના આમરવાંઢમાં એક માસમાં રહસ્યમય તાવના કારણે ચાર મોત તથા રવિવારે વધુ એક તરૂણનું મોત થયાનું જાણવા મળતાં આરોગ્ય તંત્રની ટીમે આમરવાંઢમાં ધામા નાખ્યા છે.
આ અંગે મળતી માહિતી મુજબ ૧૨૦૦ જેટલી વસતી ધરાવતાં આમરવાંઢમાં મોટા ભાગે મુસ્લિમોની વસતી છે. છેલ્લા એક માસમાં ગામમાં તાવનો વાયરો ફુંકાયો હોય, એમ ઘેર-ઘરે તાવના ખાટલા ખડકાયા
...અનુસંધાન પાના નં. ૬
છે, જેમાં રવિવારે એક ૧૫ વર્ષના તરૂણનું તાવના કારણે મોત થઇ ગયા બાદ લોકોએ જિલ્લા આરોગ્ય તંત્રને જાણ કરતાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે.
ગામમાં જિલ્લા આરોગ્ય તંત્રે કોઠારા તથા ભુજથી મેડિકલ ટીમ મૂકીને દિવસભર ગ્રામજનોની આરોગ્ય તપાસ સાથે બ્લડ સેમ્પલ એકઠા કર્યા હતા. પ્રાથમિક સારવાર સાથે ગામમાં ફોગિંગ
સહિતની કામગીરી કરાઇ હતી. લોકોના જણાવ્યા પ્રમાણે ગામમાં આ પ્રકારના તાવના કારણે પાંચ મોત થઇ ચૂક્યાં છે, જ્યારે આરોગ્ય તંત્ર કહે છે, એક માસમાં બે જ મોત થયાં છે. આ મુદ્દે જિલ્લા આરોગ્ય અધિકારી મોઢ પણ ખુદ વાંઢ દોડી ગયા હતા અને સ્થિતિનો સર્વે કર્યો હતો, તેમણે જણાવ્યું હતું કે, ૧૭ જૂનના આ જ ગામની ૧૫ વર્ષીય હવાબીબીનું તાવના કારણે મોત થયું હતું, જ્યારે રવિવારે કોઠારાથી માંડવી તથા ત્યાંથી ભુજ સારવાર માટે લઇ અવાતાં ૧૫ વર્ષના ઇશાકશા અબ્દુલ્લાશાનું રસ્તામાં જ મોત થયું હતું અને આ બન્ને તરૂણ એક જ કુટુંબના હોવાનું માલૂમ પડયું છે. કુલ ૫ાંચ મોત અંગે પૂછતાં તેમણે આવી કોઇ માહિતી ન હોવાનું
જણાવ્યું હતું. વધુમાં ઉમેર્યું હતું કે, હાલે કયા વાઇરસના કારણે આ મોત થઇ રહ્યાં છે, તે અંગે અમે ખુદ અવઢવમાં છીએ. કારણ કે, વાઇરલ ફિવર હોય તો પાંચ દિવસમાં મટી જાય, પરંતુ અહીં પ્રાથમિક તપાસણી તથા તાવના લક્ષણો જોતાં ડેન્ગ્યુ કે કોંગો સાથે મેચ થતા નથી, તેથી કયો વાઇરસ આ મોત પાછળ જવાબદાર છે, તે લેબોરેટરી તપાસ બાદ
જ જાણવા મળશે. હાલે બે સેમ્પલને રાજકોટ ખાતે મોકલી દેવાયા છે તથા અન્ય સેમ્પલોને દિલ્હી કે પૂના ખાતે મોકલાશે, જેનો રિપોર્ટ બે-ત્રણ દિવસમાં આવી જશે, તેઓએ ઉમેર્યું હતું કે, માથું દુ:ખવું, બેચેની થવી, તાવ આવવો વગેરે લક્ષણો મૃતકમાં જોવા મળ્યાં
હતાં, તેથી હાલે તપાસનો વિષય બન્યો છે.

ગામના ૬૦થી ૭૦ દર્દી હોસ્પિટલોમાં
આખી વાંઢને તાવે ભરડામાં લીધી છે, ત્યારે આરોગ્ય તંત્ર જાગ્યું છે, એવો આક્રોશ ગામના સરંપચ પીરજાદા અલીછાએ વ્યક્ત કર્યો હતો, તેમણે જણાવ્યું હતું કે, ગામના ૬૦થી ૭૦ દર્દી ભુજ અને માંડવી હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે ૬૦૦થી ૭૦૦ દર્દી ઘરે ખાટલાઓમાં પડેલા છે.