• Gujarati News
  • ઋકહ ગ્રસ્ત બાળકો આવતાં શાળામાં તાળાબંધી

ઋકહ ગ્રસ્ત બાળકો આવતાં શાળામાં તાળાબંધી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આંબોલી ખાતે આવેલી એચઆઈવી ગ્રસ્ત બાળકો માટે કાર્યરત જનની ધામના બાળકોને ગામના જિલ્લા પંચાયત દ્વારા પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે દાખલ કરતાં સોમવારના રોજ આંબોલી ગ્રામલોકો દ્વારા શાળાના ગેટ પર તાળાબંધી કરી એચઆઈવી ગ્રસ્ત બાળકો અંગે વિરોધ નોંધાવ્યો.
સુરત શહેરના વરાછા ખાતે સામાજિક સેવાઓ આપતી પી. પી. સવાણી ગ્રુપ દ્વારા કામરેજ તાલુકાના આંબોલી ગામે તાપી નદીના કિનારે જનની ધામ નામની સંસ્થા દ્વારા એચઆઈવી ગ્રસ્ત બાળકોને રાખવામાં આવેલ છે. જેમાં કુલ ૩૬ બાળકો રાખવામાં આવ્યા છે. જેમાંથી ૨૬ બાળકોને અભ્યાસ માટે ગામમાં જ આવેલી જિલ્લા પંચાયત દ્વારા સંચાલિત પ્રાથમિક શાળામાં દાખલ કરવામાં આવ્યા છે.
શાળામાં ગામમાં જ રહેતા ગ્રામજનો અને દલીત તથા અન્ય જ્ઞાતિના ૨૧૦ બાળકો અભ્યાસ માટે આવે છે. આ એચઆઈવી ગ્રસ્ત ૨૬ બાળકોને અભ્યાસ માટે પ્રાથમિક શાળામાં મુકતા વિવાદ સર્જાયો હતો. જેમાં બે અઠવાડિયા અગાઉ જ જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી કામરેજ અને મામલતદાર તથા ડીડીઓ આંબોલી ખાતે દોડી આવી ગ્રામજનોને સમજાવી એચઆઈવી ગ્રસ્ત બાળકો માટે અલગ વ્યવસ્થા કરી અભ્યાસની ખાતરી આપી હતી.
પરંતુ એક અઠવાડિયા સુધી કઈ પરિણામ ન આવતાં સોમવારના રોજ આંબોલી ગામના લોકો બાળકો સાથે સવારના ૧૦.૦૦ કલાકે પ્રાથમિક શાળાનો તાળાબંધી કરી ગેટની બાહર બાળકો સાથે બેસી વિવિધ સૂત્રોચ્ચાર કરી ધરણા ઉપર બેઠા હતાં. અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો તેમજ તાલુકાપંચાયત કેળવણી નીરિક્ષક સ્થળ પર આવતાં ગ્રામજનોના સાંજ સુધી સ્કૂલની બહાર બેસી રહ્યાં હતાં જેથી ગ્રામજનોને હાલાકી ભોગવવી પડી હતી.