તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • અમરાપરમાં ભેખડ ધસતાં બે યુવાનનાં મોત

અમરાપરમાં ભેખડ ધસતાં બે યુવાનનાં મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાપર તાલુકાના અમરાપર ગામની ગાૈચર જમની પર માટી ખોદાવીને ભરી રહેલા બે યુવાને ભેખડ ધસી પડતાં જીવ ગુમાવ્યા હતા. બેય યુવાન સોમવારે માટી ખોદાવતા હતા, ત્યારે ભેખડ ધસવાની સાથે જ આશરે વીસેક ફૂટ પાણી ભરેલા ખાડામાં પડી ગયા હતા. આ ઘટનાએ ભારે ચકચાર મચાવી હતી. બપોરે આ બનાવ બન્યા બાદ છેક સાંજ સુધી બચાવ કામગીરી ચાલી હતી. જોકે, સાંજે યુવાનનો મૃતદેહ કાઢી શકાયો હતો. મોડી રાત્રે બીજી લાશ પણ મળી આવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર અમરાપરમાં બનેલી ઘટનામાં સલારી ગામનો ઓસમાણ આમદ કુંભાર(૩૦) અને રાજકોટનો અનિરુદ્ધ વનરાજસિંહ હેરમા(૨૩) આ બનાવમાં ભોગ બન્યા હતા. બન્ને યુવાન ગામની ગાૈચર જમીન પર માટીનો જથ્થો કઢાવીને ભરાવતા હતા.
હિટાચી મશીનથી માટી ખોદીને વાહનમાં ભરવામાં આવતી હતી. દરમિયાન બેય યુવાન માટીવાળી જમીન પર ચાલતા જતા હતા. એકાએક નીચે પોલાણ ધરાવતી
...અનુસંધાન પાના નં. ૬