• Gujarati News
  • જિલ્લા ભાજપ યુવા પ્રમુખપદે અંકુર દેસાઈ

જિલ્લા ભાજપ યુવા પ્રમુખપદે અંકુર દેસાઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત જિલ્લા ભાજપ પ્રમુખે એક મોવડી મંડળ સાથે ચર્ચા વિચારણા કાર્યબાદ જિલ્લા ભાજપ સંગઠનની વરણીના ઘણા સમય બાદ આદિવાસી મોરચા, મહિલા મોરચા અને યુવા મોરચા સહિત વિવિધ સાત મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓની વરણી કરતાં ભાજપનો રાજકીય માહોલ ગરમાયો હતો. જેમાં યુવા મોરચાના પ્રમુખ તરીકે અંકુરભાઈ દેસાઈની વરણી કરવામાં આવી છે. સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ, મહામંત્રી સંદીપભાઈ દેસાઈ, દિલીપસિંહ રાઠોડ, મહેશભાઈ વસાવાની ટીમે પ્રદેશના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ છેલ્લા ઘણા સમયથી સંગઠન પર્વમાં અટકી પડેલા સુરત જિલ્લા ભાજપના વિવિધ મોરચા અને તેમાં ખાસ કરીને યુવા મોરચાની વરણી કરી હતી. જેમાં આદિવાસી મોરચના પ્રમુખ તરીકે બચુભાઈ રાઠોડ, મહામંત્રી રીતેશભાઈ વસાવા, વિનોદભાઈ ચૌધરી યુવા મોરચના પ્રમુખ અંકુરભાઈ દેસાઈ, મહામંત્રી જશપાલસિંહ સોલંકી, વિકાસભાઈ પટેલ. મહિલા મોરચામાં પ્રમુખ વષૉબહેન ભંડારી, મહામંત્રી દપિીકાબહેન ભાવસાર, ઈિન્દરાબહેન કાપડીયા,આવનારા દિવસોમાં વરાયેલા પ્રમુખ હવે તેમની અન્ય ટીમો ઉપપ્રમુખ મંત્રીની વરણી કરશે.