તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કોથળા વેચતો બાબુ મારવાડી કરોડોના વિદેશી દારૂનો ધંધો કરતો થઈ ગયો

કોથળા વેચતો બાબુ મારવાડી કરોડોના વિદેશી દારૂનો ધંધો કરતો થઈ ગયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હરિયાણા, રાજસ્થાન, ચંદીગઢ, ગોવા, પંજાબ, દમણ સહિતના વિસ્તારોમાં સમગ્ર ગુજરાતમાં વિદેશી ઘૂસાડવામાં સંડોવાયેલો ગુજરાતનો લિસ્ટેડ બુટલેગર બાબુ મારવાડી અને તેના બે સાથી કૈલાશ રાઠી અને વિનોદ સિંધીને વલસાડ પોલીસની ટીમે મધ્યપ્રદેશના જાંબુઆથી ધરપકડ કરી લેવાની ઘટના બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. આરોપીની ધરપકડ બાદ સમગ્ર ગુજરાત રાજ્યના પોલીસ બેડા તેમજ રાજકીય માહોલમાં ગરમાટો આવી ગયો છે.
પોલીસે પકડેલો બાબુ મારવાડી રાજપીપળાના તરાપા નજીક આવેલ ચીત્રોલ ગામમાંથી પકડાયેલા ૨.૮૪ કરોડના વિદેશી દારૂના જથ્થા બાદ ભારે ચર્ચામાં આવ્યો છે. બાબુ મારવાડી કોણ છે ? તેનો ઈતિહાસ શું છે તે જાણવા માટે પોલીસ બેડામાં પણ ખાસી ચર્ચા ચાલી છે. આ અંગે બારડોલીના સૂત્રોએ જણાવ્યું હતું કે બાબુ મારવાડી એક સમયે આજથી ૧૫ વર્ષથી વધુ સમય પહેલા બેંગલોરથી બારડોલી ખાતે આવ્યો હતો. શરૂઆતના બે વર્ષ બાબુ મારવાડી બારડોલી તેમજ આજુબાજુના ગામડાઓમાં ઘરેઘરે ફરીને ખાલી કોથળા અને તેલના ડબ્બા ઉઘરાવવાનો ધંધો કરતો હતો. ત્યારબાદ આ સમય દરમિયાન બારડોલીના શાલીમાર થીયેટર નજીક એક સ્થાનિક યુવાન સાથે ટિકિટ બાબતે થયેલી બોલાચાલી દરમિયાન થયેલી હત્યાના ગુનામાં સંડોવાયો હતો.
મુખ્ય સુત્રધાર પપ્પુ
સૂત્રોના જણાવ્યા અનુસાર વિદેશી દારૂના કરોડોના વેપારમાં સંડોવાયેલો બાબુ મારવાડી એક માત્ર પ્યાદુ છે. જ્યારે મુખ્યસૂત્રધાર તો પપ્પુ નામનો ઈસમ છે. પપ્પુ નામના ઈસમના સંપર્કમાં આવ્યા બાદ જ બાબુમારવાડી કરોડોનો વિદેશી દારૂનો ધંધો કરતો થયો હતો. પપ્પુ તેમજ કૈલાશ રાઠી આ સમગ્ર નેટવર્કમાં સૂત્રધાર છે. બંને ભેગા થઈ રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, ચંદીગઢ સહિતના રાજ્યોમાંથી ગુજરાતમાં સપ્લાય કરવા માટે વિદેશી દારૂ અકત્રિત કરે છે અને તેેઓ બાબુ મારવાડીના નામે સમગ્ર ગુજરાતમાં સપ્લાય કરે છે.
કરોડોનું સેકશન ચુકવાય
બાબુ મારવાડી કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો વ્યવસાય કરે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચિત્રોલા ગામે ૨.૮૪ કરોડનો વિદેશી દારૂ પકડાયો હતો. આ દારૂ માત્ર એક જ દિવસનું કાટિ·ગ છે. અક દિવસની અંદર આનાથી વધુ વિદેશી દારૂ સપ્લાય કરી દેવામાં આવે છે. ચિત્રોલા ગામે રેડ થઈ તે સમયે અન્ય કેટલાક કન્ટેનરો ભરેલો વિદેશી દારૂની ટ્રકો ચિત્રોલાથી ૨૫થી ૨૦ કિમી દૂરના અંતરમાં હતી. પરંતુ રેડ પડતા આ દારૂ અન્ય જગ્યાએ સગે વગે કરવામાં આવ્યો હતો. બાબુ મારવાડીને ઈસારે પોલીસ તંત્ર પણ ચાલતું હોવાનું જાણવા મળ્યું છે. કરોડો રૂપિયાનું સેકસન અ ચૂકવતો હોય તેના ઈશારે પોલીસ અધિકારીઅની બદલી પણ થતી હોવાનું જાણવા મળ્યું છે.