• Gujarati News
  • સેંભરમાં નાયી સમાજનો સ્નેહમિલન સમારોહ

સેંભરમાં નાયી સમાજનો સ્નેહમિલન સમારોહ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેંભરમાં નાયી સમાજનો સ્નેહમિલન સમારોહ
વડગામ & સેંભર ખાતે બાર-પાદર દેશ નાયી સમાજ કેળવણી મંડળ દ્વારા િદ્વતીય સ્નેહમિલન અને ઇનામ વિતરણ સમારોહમાં તેજસ્વી તારલાઓ, વિશિષ્ટ સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓ અને સમાજના દાનવિરોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજના અગ્રણી મનુભાઇ નાયી, જયંતભિાઇ નાયી, અમૃતભાઇ નાયી, લક્ષ્મણભાઇ નાયી, ચંપકભાઇ લિમ્બાચીયા, એસ.પી. નાયી, નટુભાઇ નાયી અને સમાજના દાતા ઉપસ્થિત રહી સામાજિક સંગઠન, કન્યા કેળવણી, ઉચ્ચ અભ્યાસ અંગે ચિંતન કરી જરૂરી આયોજનો પણ કર્યા હતા. તસવીર : રણજીતસિંહ હડિયોલ
આં. નશીલા પદાર્થ વિરોધી દિનની ઉજવણી
પાલનપુર &પાલનપુર નશાબંધી અને આબકારી ખાતુ અને નશાબંધી મંડળ ગુજરાત સંચાલિત નવજીવન વ્યસન મુિકત અને પુન:વસન કેન્દ્ર પાલનપુરના સંયુકત ઉપક્રમે કાણોદરની એસ.કે.એમ. હાઇસ્કૂલમાં આંતરરાષ્ટ્રીય નશીલા પદાર્થ વિરોધી દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વ્યશનો અને આજનું યુવાધન વિષય ઉપર વકતૃત્વ સ્પધૉ યોજાઇ હતી. જેમાં પ્રથમ ત્રણ સ્પર્ધકોને ઇનામ તેમજ બાકીના દરેક સ્પર્ધકોને આશ્ર્વાસન ઇનામ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં નશાબંધી અને આબકારી ખાતુ પાલનપુરના અધિક્ષક કે.એન. ભોજક, જિલ્લા નશાબંધી નિયોજક ગણેશભાઇ પટેલ, કે.આર. ગઢવી, જી.એસ. વણકર અને સર્વોદય કેળવણી મંડળના ટ્રસ્ટી કરીમભાઇ હાડાએ વિદ્યાર્થીઓને વ્યસનોથી દુર રહેવા પ્રેરકબળ પુરું પાડયું હતું. હાઇસ્કૂલના આચાર્ય એન.એમ. ડામોર, સુપરવાઇઝર પી.એમ. સોલંકી અને આઇ.કે. પઠાણે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
૭૦૦ બાળકો બ્રેઇન યોગાના પાઠ શીખ્યા
ડીસા & ગ્રાન્ડ માસ્ટર ચોઆ કોક સૂઇ (ગુરૂદેવ)ની પ્રેરણાથી ‘પ્રાણિક હિલીંગ’ ના મિત્રો ðારા રાજપુર પ્રા.શાળા નં.-૨ ના ૭૦૦ જેટલાં બાળકોને સુપર બ્રેઇન યોગાની ક્રિયાઓ છાત્રોને શિખવવામાં આવી હતી. તેઓ ðારા તિથી ભોજન તરીકે દૂધપાક અને પુરી-શાક આપવામાં આવ્યું હતું. સુપર બ્રેઇન યોગા થકી વિદ્યાર્થીના મગજના સેલ વધુ ક્રિયાશીલ બને છે તથા તેમની એકાગ્રતા યાદ શક્તિમાં વધારો થાય છે. આ સંસ્થા ðારા ‘ફૂડ ફોડ હંગર’ પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે જેમાં ભૂખ્યાઓને ભોજન આપવામાં આવે છે. ટીમના સૌ સભ્યોએ હાજર રહીને બાળકોને જાતે ભોજન પીરસી ભાવથી જમાડ્યા હતા. શાળા પરિવારે સહકાર આપી ટીમનો આભાર માન્યો હતો.
તલાટી વય નિવૃત્ત થતાં વિદાય સમારોહ યોજાયો
આસેડા & ડીસા તાલુકાના નવા ગામમાં તલાટી કમમંત્રી તરીકે ફરજ બજાવતાં દિલીપકુમાર જેઠાલાલ મહેતા શનિવારે નિવૃત્ત થયા હતા. તેમણે અહીં બે વર્ષ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી. સરપંચ શાંતજિી ઠાકોર, ડેપ્યુટી સરપંચ પુનમાભાઇ પ્રજાપતિ સહિત ગ્રામ પંચાયતના તમામ સભ્યો, ગામના અગ્રણી અને બક્ષી મોરચાના મહામંત્રી જોગાભાઇ દેસાઇ, યુવા અગ્રણી અશોકભાઇ ઠાકોર તેમજ ગ્રામજનોએ ઉપસ્થિત રહી તેમને ફૂલહાર અને મોમેન્ટો આપી બહુમાન કરી વિદાય આપી હતી.
મહિલાઓના હક્કો અંગે માર્ગદર્શન અપાયું
ડીસા & મહિલાઓને મળેલા સ્વતંત્રતાનો હક્ક, સમાનતાનો હક્ક, સ્વાસ્થયનો હક્ક, કાયદાકીય રક્ષણ, માતૃત્વનો હક્ક તેમજ ઘરેલું હિઁસાના કાયદાની જાણકારી બાબતે ડીસાની સંત અન્ના હાઇસ્કૂલ ખાતે સેમિનારમાં પી.આઇ. કે.ડી. નકુમ ðારા સ્લાઇડ-શો સાથે માર્ગદર્શન અપાયું હતું. પી.આઇ.એ વિદ્યાર્થીનીઓને જણાવ્યું હતું કે, ‘તમારા હક્કો માટે જાગૃત બનો, સુરક્ષીત બનો, શિક્ષીત બનો, જુના રૂઢી ચુસ્ત રીવાજો ત્યાગો, સ્ત્રી પજવણી અને રોમિયોગીરી સામે કાયદાનો સહારો મેળવો. સરકાર અને પોલીસ તંત્ર તમારી મદદ માટે હંમેશા તૈયાર છે. પરંતુ હાલનો સમય ભણવાનો અને કેરીયર બનાવવાનો છે તે સમયનો સદ ઉપયોગ કરી તમારા માતા-પિતાના સપના પૂર્ણ કરો.