• Gujarati News
  • મહુવામાં ૨ ઈંચ વરસાદ

મહુવામાં ૨ ઈંચ વરસાદ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા તલુકામાં મેઘરાજાએ વિરામ બાદ આજરોજ ફરી પોતાની ધમાકેદા ઈનિંગની શરૂઆત કરી ધોધમાર વરસતા ઠેરઠેર પાણી ભરાવીની સ્થિતિ જોવા મળી હતી. મહુવા તાલુકામાં મેઘરાજાએ વિરામ બાદ ઝરમર ઝરમર વરસાદની ધીમી ધાર ચાલુ રાખી હતી. ત્યારબાદ મેઘરાજા રવિવારે રાત્રિ દરમિયાનથી જ રંગમાં આવી ગયા હતાં. અને મેઘમહેર વષૉવવાની શરૂ કરી હતી. મેઘરાજાની આ ધમાકેદાર ઈનિંગ સોમવારના રોજ પણ ચાલુ રહી હતી. સવારેથી જ વરસાદ વરસતા અનેક જગ્યાએ પાણી ભરાયા હતાં. જેના કારણે ભારે હાલાકી ભોગવવી પડી હતી. અને વરસાદ બંધ થઈ જતાં ડાંગરની રોપણી ફરી શરૂ કરી હતી. મહુવા તાલુકામાં સવારે ૬થી ૪ વાગ્યા દરમિયાન ૪૭ મિમી વરસાદ વરસ્યો હતો. જ્યારે સઝિનનો કુલ ૧૩૧૭ મિમી વરસાદ નોંધાયો હતો.