તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ઉમરાના ગોપાલભાઈ એક આંબા પર ૭ જાતની કેરીઓ પકવે છે

ઉમરાના ગોપાલભાઈ એક આંબા પર ૭ જાતની કેરીઓ પકવે છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેરીનું નામ સાંભળતા મોઢામાં પાણી આવી જાય. ફળોના રાજા તરીકે ઓળખાતી એવી મધમીઠી, ખાટી, સુપાચ્ય અને પોટેશીયમથી ભરપુર કેરીની નીતનવી કલમો વિકસાવીને વનવાસી વિસ્તારના ખેડૂતે નવી ઓળખ આપી છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના ઉમરા ગામના ૭૦ વર્ષના વયોવૃધ્ધ ગોપાલભાઈ પટેલે એક આંબા પર સાત જાતની કેરીઓ લઈને અનેરી સિિધ્ધ મેળવી છે.
ગોપાલભાઈ કહે છે કે, ૨૦૦૨માં બાગાયતમાંથી નિવૃત થયા બાદ નિવૃતિ જીવનમાં કંઈક નવું કરીને પ્રવૃત્તિમય રહેવાની ખેવના સાથે આંબાની વિવિધ કલમો બનાવવાની શરૂઆત કરી. આ સાથે પ્રથમ અડધા વિઘા જમીનમાં નર્સરીની શરૂઆત કરી.
ગોપાલભાઈએ પોતાની નર્સરીમાં કેસર, આમ્રપાલી, લગડો, વનલક્ષ્મી, મિલ્લકા, સોનપરી જેવી ૨૫ જાતની કલમો તૈયાર કરીને વેચાણ કરે છે. છેલ્લા ૧૨ વર્ષથી આંબાની કલમોમાં વિવિધ સંશોધન કરીને નવી નવી કલમો તૈયાર કરે છે. ગોપાલભાઈએ પોતાની વાડીમાં એક આબાં પર નીલફાર્મ, નીલેશ્ર્વરી, સોનપરી, બેગમપલી, સોસા, રત્ના, સીધું જેવી સાત જાતની કેરીની કલમો તૈયાર કરી સાત ડાળીઓ પર કેરીઓ મેળવીને અનેરી સિિધ્ધ મેળવી છે.
૨૫ થી ૩૦ વર્ષ જુના આંબાને નવસાધ્ય કરીને ફરીથી તેમાં કેરીનું મોટું ફળ મેળવી શકાય છે તે વિશે વાત કરતા કહે છે કે, મારી વાડીના ૨૦ થી વધારે આંબાના જુના ઝાડોને થડથી ચારેક ફુટ ઉચાઈએ ત્રાસી રીતે કટિંગ કરીને નવસાધ્ય બનાવ્યા છે. જેના થકી પહેલા કરતા મોટું ફળ આંબામાંથી મેળવી શકાય છે.
તાજેતરમાં ફકત ઈઝરાયલમાં થતી ઈઝરાઈલની કલમને ગોપાલભાઈએ પોતાના ફાર્મમાં ઉછેર કરીને અનેરી સિિધ્ધ મેળવી છે. વનમાં રહેનાર વનવાસીએ રત્ના અને નિલફામ બન્ને મેળ કરી બારમાસી કલમ, ત્રણ જાતની બેગમપરી, મીઠી પોપટીયો, પછાતીયો, વહેલી પાકતી નિલસન ગુજરાત, હાફુસ, અમ્રત મેગો, ગોળ રાજપુરી, મલ્લીકા, જમ્બો કેસર જેવી અનેક જાતની કલમો પોતાની કોઠા સુઝથી તૈયાર કરી છે.
આંબાની નવી નવી કલમો તૈયાર કરી અન્યોને પણ પ્રેરણા પુરી પાડવા બદલ ગોપાલભાઈને રાજ્ય સરકારે વર્તમાન વર્ષના કÀષિ મહોત્સવ-૨૦૧૩ની જિલ્લા કક્ષાની ઉજવણીના પ્રસંગે પૂર્વમંત્રીશ્રી નરોત્તમભાઈ પટેલના હસ્તે તાલુકાકક્ષાનો બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ તથા રૂ.૧૦ હજારનું ઈનામ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.
ગોપાલભાઈ આજે ઉમરા ગામે શિવશકિત ફાર્મ એન્ડ નર્સરીની ચલાવે છે. તેઓ કહે છે કે, અડધા વિધામાંથી શરુઆત કરી આજે સાડા ત્રણ વિધામાં ૨૫ જાતની કલમો તૈયાર કરૂ છું. વર્ષે દહાડે ૬ થી ૭ હજાર જેટલી કલમો તૈયાર કરૂ છું. મારી કલમો સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત વડોદરા, પંચમહાલ સુધી ખેડૂતો કલમો લઈ જાય છે. રૂ.૬૦ થી ૧૨૦ સુધીની કલમોનો ભાવ મળી રહે છે.
આબાંની ખેતી કરનારા ખેડૂતોને સંદેશ આપતા કહે છે કે, ખેડૂતોએ સર્ટીફાઇડ નર્સરીમાંથી તંદુરસ્ત કલમોની પસંદગી કરવી. આંબાની બે કલમો વચ્ચે ૧૫ બાય ૧૫ના અંતરે રોપણી કરવી જોઈએ. રોપ્યા બાદ શરૂઆતના પ્રથમ વર્ષે આંબા પર આવતા મોરને ઉતારી લેવો જોઈએ. બીજા વર્ષથી કેરીનો ઉતારો લેવો હિતાવહ હોવાનું તેઓ કહે છે.