તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વહેવલમાં સરપંચ પદની બેઠક માટે ૭૩.૯૮ ટકા મતદાન

વહેવલમાં સરપંચ પદની બેઠક માટે ૭૩.૯૮ ટકા મતદાન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વહેવલ ગ્રામ પંચાયતની સરપંચ બેઠકની પેટા ચૂંટણી માટે આજરોજ વહેલી સવારથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બે ઉમેદવારો વચ્ચે સરપંચ બેઠક માટે ખેલાયેલ ચૂંટણી જંગમાં મતદારોએ પણ ઉત્સાહ દાખવી સવારથી મતદાન મથકે મતદાન કરવા ઉમટી પડ્યા હતા. સવારથી જ મતદાન મથક બહાર ±ાી,પુરૂષની લાંબી કતારો લાગી ગઈ હતી. સાંજ સુધીમાં સરપંચ પદની બેઠક માટે ±ાી પુરૂષ મળી કુલ ૩૫૦૪ મદરાોએ ૭૩.૯૮ ટકા મતદાન કર્યું હતું.
મહુવા તાલુકાની વહેવલ ગ્રામપંચાયતની સરપંચ પદની બેઠકની પેટા ચૂંટણી માટે જાહેરનામું બહાર પડ્યા બાદ તાલુકાનું રાજકીય વાતાવરણ ગરમાયું હતું. ત્યારબાદ ૨૫ જુન ૨૦૧૩ના રોજ ઉમેદવારી પત્રક ખેંચવાના અંતિમ દિને કુલ ૪ ઉમેદવારોમાંથી ૨ ઉમેદવારોએ ઉમેદવારીપત્રક ખેંચી લેતા સરપંચ પદની બેઠક માટે પ્રકાશભાઈ ચોપાળભાઈ પટેલ અને સંજયભાઈ ધનસુખભાઈ પટેલ એમ બે ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા. વહેવલ ગ્રામ પંચાયતના અંદાજીત ૧૫ વોર્ડ મળી કુલ ૪૭૩૬ મતદારો છે. વસતીની દ્રિષ્ટએ સૌથી મોટુ ગામ ઉપરાંત સંવેદનશીલ ગામ હોવાથી આજરોજ મહુવા મામલતદાર યુ.એન.જાડેજા અને મહુવા પો.સ.ઇ.આર.એલ. પારગી દ્વારા ચુસ્ત બંદોબસ્ત મતદાન મથક અને વહેવલ ગામમાં રાખી ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મતદારોએ પણ આ ચૂંટણી પ્રક્રિયામાં ઉત્સાહભેર ભાગ લઇ મતદાન મથકે મતદાન કરવા ઉમટી પડયા હતા અને શાંતપિૂર્ણ માહોલમાં મતદાન કર્યું હતું. રવિવારે સવારથી જ મતદાન મથકે મતદારોની લાંબી કતાર જોવા મળી હતી. સાંજે નિયત સમય સુધીમાં કુલ ૪૭૩૬ મતદારોમાંથી ૧૮૩૪ પુરુષ મતદારો અને ૧૬૭૦ ±ાી મતદારો મળી કુલ ૩૫૦૪ મતદારોએ મતદાન કર્યું હતુ. ૭૩.૯૮ ટકા જેટલુ જંગી મતદાન શાંતપિૂર્ણ માહોલમાં સંપÌા થયું હતું.