તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ધોળીકુઈ ગામે કરંટ લાગતા ભેંસના મોતથી પશુપાલકે આવક ગુમાવી

ધોળીકુઈ ગામે કરંટ લાગતા ભેંસના મોતથી પશુપાલકે આવક ગુમાવી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા તાલુકાના ધોળીકુઇ ગામે દૂધાળી ભેંસ ચારો ચરતા ચરતા વીજપોલને અડી જતા કરંટ લાગતા ઘટના સ્થળે જ ભેંસનું મોત નીપજયું છે. વીજ કંપનીના અધિકારીઓના પાપે પશુપાલકે કિંમતી ભેંસ ખોવાનો વારો આવ્યો છે. ઘટના અંગે પશપાલકે મહુવા પોલીસને ફરિયાદ આપતા મહુવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.
પ્રાપ્ત વગિત મુજબ મહુવા તાલુકાના ધોળીકુઇ ગામે દેવલી માતા ફિળયામાં રહેતા જીણાભાઈ ધીરયાબાઈ પટેલ રવિવાર તા ૭ જુલાઈના રોજ સવારે ૧૧ વાગ્યે પોતાની ૪ ભેંસ, ૧ ગાય અને ૧ વાછરડુ લઇ ધોળીકુઈ ગાૈચર જમીનમા ચારો ચરવા લઇ ગયા હતા. તે દરમિયાન ૧ ભેંસ ચારો ચરતા ચરતા અચાનક વીજપોલ સાથે અડિ જતા ભેંસને કરંટ લાગતા ઘટના સ્થળે જ તેનું કમકમાટી ભયું મોત નીપજયુ હતું. જ્યારે ભેંસનો અવાજથી બીજા પશુઓ ત્યાંથી દૂર ભાગી જતા તેઓને ચમત્કારીક બચાવ થયો હતો. મહુવા તાલુકામાં વીજકંપનીના અધિકારીઓની કહેવાતી લાલિયાવાડિના પરિણામે પ્રિમોન્સુન કામગીરી ફકત કાગળ પર જ બતાવવામાં આવી હોવાનું સ્થાનિક રહશિો જણાવી રહ્યા હતા. જેના પરિણામે અવારનવાર આવા બનાવો બની રહ્યા છે.
ધોળીકુઇ ગામે રહેતા પશુપાલકે વીજકંપનીના પાપે દૂધ આપતી ભેંસ ખોવાનો વારો આવ્યો છે. જેના પરિણામે પશુપાલકે મહુવા પોલીસને ફરિયાદ આપતા મહુવા પોલીસ ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.