તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કારમાં લીફ્ટ આપી ખેતરમાં લઈ જઈ યુવતી સાથે દુષ્કર્મ

કારમાં લીફ્ટ આપી ખેતરમાં લઈ જઈ યુવતી સાથે દુષ્કર્મ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉચ્છલ તાલુકાના એક ગામમાં રહેતી ૨૧ વર્ષીય યુવતી સુરતના એક મોલમાં સેલ્સગર્લ તરીકે નોકરી કરે છે. ગત ૨૬મીના રોજ સુરતથી ડોલવણ આવ્યા બાદ તેની બહેનને મળીને વ્યારા બસસ્ટેન્ડથી પોતાના ઘરે પરત ફરી રહી હતી. ત્યારે વ્યારા બસ સ્ટેન્ડ પરથી ગામના એક યુવાને ઝાયલો ગાડીમાં લીફ્ટ આપી હતી. ત્યારબાદ કટાસવાણ ગામે યુવાનના ખેતરમાં લઈ જઈ આ યુવતી સાથે દુષ્કર્મ કરતાં ઘટના અંંગે પોલીસ ફરિયાદ નોધાવતાં ચકચાર મચી ગઈ હતી.
આ અંંગે પોલીસ સૂત્રો પાસે પ્રાપ્ત થતી માહિતી અનુસાર તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના એક ગામમાં રહેતી એક ૨૧ વર્ષીય યુવતી સુરતના એક શોપિંગ મોલમાં સેલ્સ ગર્લ તરીકે ફરજ બજાવે છે. જ ગત ૨૬મીના રોજ સુરતથી ડોલવણ ખાતે પહોંચી હતી, જયાં તેની અભ્યાસ કરતી બહેનને મળીને ફરી ઘરે જવા માટે વ્યારા ખાતે આવી હતી.
વ્યારા બસસ્ટેન્ડ ઉપર કટાસવાણ ગામ ખાતે રહેતો ભરતભાઈ હોડલાભાઈ ગામીત તથા અન્ય બે અજાણ્યા યુવાનો આ યુવતીને મળ્યા હતાં. ભરત પાસે (જીજે-૨૬ એ-૧૪૭૯) નંબરની ઝાયલો ગાડી હતી. તેમણે યુવતીને જણાવ્યું હતું કે તેઓ ગામ જ જવાના છે, આથી અમારી સાથે બેસી જા. જેથી સાંજના ૬.૩૦ વાગ્યે આ યુવતી ભરતની ગાડીમાં બેસી ગઈ હતી.
ત્યાંથી ભરત ગાડી લઈને સીધો સોનગઢ થઈ મહારાષ્ટ્રના લકકડકોટ ખાતે બારમાં ગયા હતાં. જયાં ભરત તથા અન્ય બે અજાણ્યા યુવાનોએ દારૂની મહેફીલ માણ્યા બાદ ત્યાંથી સાંકરડા જવા રવાના થયા હતાં. સાંકરડા ખાતે પહોંચ્યા બાદ ગામથી થોડે દૂર પહેલા બંને અજાણ્યા યુવાનો ગાડીમાંથી ઉતરી ગયા હતાં. જ્યારે ભરત યુવતીને લઈ સાંકરડા રેલવે ફાટકની બાજુમાં આવેલા તેના ખેતરમાં લઈ ગયો હતો.
જયાં બળજબરીપૂવeક યુવતીની મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. આ ઘટના અંંગે યુવતીએ ભરત વિરુદ્ધ ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઉચ્છલ પોલીસે આ અંંગે ઝીરો નંબરથી ગુનો નોંધી સમગ્ર ઘટનાની શરૂઆત વ્યારા બસ સ્ટેન્ડ ઉપરથી થઈ હોય ગુનાની વધુ તપાસ અર્થો વ્યારા પોલીસ સ્ટેશન તરફ રવાના કર્યો હતો. જયાં વ્યારા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ વ્યારા પીઆઈ આર. એસ. ડોડીયાએ હાથ ધરી છે.