-

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી થવી જોઈએ
આ અંગે જાગૃત વાહનચાલક, શિક્ષક રાકેશભાઈ પટેલના જણાવ્યા પ્રમાણે નવી પારડી - હજીરા જતા માર્ગે ઠેકઠેકાણે આવી પરિસ્થિતિ ઊભી છે. જે અકસ્માત નોતરી શકે છે. ઉપરોકત સમસ્યાને લીધે અનેકવાર બાઈક સવારોને અકસ્માતમાંથી માંડ માંડ બચતા જોયા છે. અને ઘણાને ઈજા પહોંચી હોવાના પણ બનાવો નજર સામે બન્યા છે. ત્યારે માર્ગમકાન ખાતા દ્વારા તાત્કલિક ડિવાઈડર વચ્ચે ઉગી નીકળેલા મોટા ઝાડનું યોગ્ય પ્રકારે કટિંગ થાય તેમજ ડિવાઈડરને અડીને માર્ગ પર ઘાસ અને માટી દૂર થાય તેવી અમારી માંગણી છે.