• Gujarati News
  • મહુવા આંગણવાડી કેન્દ્ર સામે જ ગંદકીની ભરમાર

મહુવા આંગણવાડી કેન્દ્ર સામે જ ગંદકીની ભરમાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા પંથકમાં આવેલ આંગણવાડી કેન્દ્ર સામે ગંદકીની ભરમાર છે. જેના પરિણામે આંગણવાડીમાં અભ્યાસ અર્થે આવનારા બાળકોનું આરોગ્ય જોખમાઈ રહ્યું છે. છતાં પણ તંત્ર હાથ પર હાથ ધરી તમાશો જોઈ રહ્યું છે. ત્યારે આંગણવાડી કેન્દ્ર સામેની ગંદકી તંત્ર સત્વરે દૂર કરવાની નાના ભૂલકાના આરોગ્ય સાથે થતા ચેડા અટકાવે એવી સ્થાનિક ગ્રામજનોની પ્રબળ માંગ છે.
પ્રાપ્ત વગિત મુજબ મહુવ ગ્રામ પંચાયત કચેરી પાછળ ચાલતું આંગણવાડી કેન્દ્રમાં નાના નાના ભૂલકાઓ અભ્યાસ અર્થે આવે છે. પરંતુ તંત્રની કહેવાતી લાપરવાહીના પરિણામે આ આંગણવાડી કેન્દ્ર સામે ગંદકીનો ભરમાર હાલ પથરાયેલ છે. સ્વચ્છતા અભિયાનની ઝુંબેશ ચલાવી મહુવા પંથકમાંથી કચરો વણનાર સાયકલ આ આંગણવાડી કેન્દ્ર સામે જ મુકવામાં આવે છે. જેના પરિણામે તેમાંનો કચરો આખી આંગણવાડી કેન્દ્રના ઓટલા પર અને આંગણામાં પથરાયેલો રહે છે. જેના પરિણામે આ કેન્દ્રમાં અભ્યાસ અર્થે આવનાર નાના બાળકોનું આરોગ્ય જોખમાઈ રહ્યું છે. આ ગંદકીના પરિણામે તેમાંથી આવતી દુગઁધના પરિણામે નાના બાળકો અને આંગણવાડી કેન્દ્રના સંચાલકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જે અંગે તંત્રનું વારંવાર ધ્યાન દોરવા છતાં આ ગંદકી દૂર કરાતી નથી. જેના પરિણામે નાના ભૂલકાઓના માથે રોગચાળામાં સપડાવવાની દેહેશત વર્તાઈ રહી છે. ત્યારે આ ભૂલકાઓ રોગચાળાની ઝપેટમાં આવે તો તે જવાબદાર કોણ ? એવા પ્રશ્ન હાલ પંથકમાં જોર પકડયું છે.
કોઇ કાર્યવાહી હાથ ધરાતી નથી
મહુવા ગ્રામ પંચાયત ઓફિસની પાછળ એક જ કમ્પાઉન્ડમાં આવેલ આંગણવાડી કેન્દ્રની સામે ગંદકીનો ભરમાર જવાબદારોને નજરે પડે છે. છતાં કોઈ કાર્યવાહી હાથ ધરવાની તસ્દી લેતા નથી. જેના પરિણામે તેમની કામગીરી અંગે પણ પંથકમાં અનેક તર્ક વિતકોg હાલ ચર્ચાઈ રહ્યા છે.
ગંદકીની દુગઁધથી માથુ ફાટી જાય છે
આંગણવાડી કેન્દ્રમાં કામ કરતાં કર્મચારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે આંગણવાડી કેન્દ્ર સામેથી ગંદકીની દુગઁધથી માથુ દુ:ખી જાય છે. અને બાળકોનો આરોગ્ય માટે અત્યંત જોખમી છે. જેથી ગંદકી દૂર કરવા તંત્રને અવાર નવાર જાણ કરાય છે. છતાંકોઈ કામગીરી હાથ ધરાતી નથી. નાના ભૂલકાને જોઈ ઘણીવાર અમે જાતે સમેથી કચરો સાફ કરી નાંખીએ છીએ.