તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • રાણી રાજપરા ગામે વીજ થાંભલા ભોંય ભેગા થયા

રાણી રાજપરા ગામે વીજ થાંભલા ભોંય ભેગા થયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી તાલુકાના રાણી રાજપરા ગામની સીમમાં આવેલ ખેતરમાં છેલ્લા ૧૫ દિવસથી વીજ લાઈનના ૩ થાંભલા જમીનદોસ્ત થઈ ગયેલ છે. હાલમાં ઊભા કરાયેલા વીજ લાઈનના થાંભલા થોડા દિવસમાં જ જમીનદોસ્ત થઈ જતાં વીજ કંપનીની કામગીરી જોવા લાયક બને છે. આ ઘટના બની ત્યારે ખેતરમાં કામ કરતાં બે મજુરોનો જીવ આબાદ બચ્યો હતો. વીજ થાંભલા પડ્યા બાદ કોઈ પણ વીજ કંપની દ્વારા કોઈ પણ કાર્યવાહી ન કરતાં ખેડૂત પોતાના ખેતરમાં કામ પણ કરી શકતો નથી.
એક તરફ ગુજરાતના મુખ્યમંત્રી ગુજરાતે મોડેલ બનાવવા માટે મથામણ કરી રહ્યાં છે. તમામ ક્ષેત્રમાં ફેરફાર લાવી સારી કામગીરીની ખેવના રાખી રહ્યાં છે. ત્યારે વીજ કંપનીમાં પણ મોટા ફેરફાર કર્યા છે, પરંતુ પોતાની આદતથી ટેવાયેલા અધિકારીમાં કયારે પરિવર્તન આવશે એ તો ભગવાન જ જાણે. બારડોલી તાલુકાના રાણી રાજપરા ગામની સીમમાં આવેલ ખેતરમાં ખેતરમાં ખેતીના કામ માટે વીજ લાઈન આપવા માટે ત્રણ થાંભલાઓ ઊભા કરવામાં આવ્યા હતાં. હાલમાં ચોમાસાની સઝિન શરૂ થતાં જ આ ત્રણે થાંભલા અરવિંદભાઈ ગામીતના ખેતરમાં જમીન દોસ્ત થઈ ગયા હતાં. અને ખેતરમાં કામ કરતાં મજુરોનો જીવ આબાદ બચ્યો હતો. ગત ૧૫ દિવસ અગાઉ ઢળી પડેલા થાંભલા અંગે વીજ કંપનીમાં જાણ કરવામાં આવી હતી. વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ આવી નીરીક્ષણ કરી ગયા હોવા છતાં પણ આજદિન સુધી આ થાંભલા ઊભા કરવાની કામગીરી કરવામાં આવી નથી. અને આવનારા દિવસોમાં કયારે ઊભી થાય તે જોવું રહ્યું. ઘટના સ્થળ પર વીજ કંપની કામગીરી જોતા તેઓની આવડતનો ખ્યાલ આવી જાય છે. વીજ કંપનીના અધિકારીઓ કોઈક વાર આવી કામગીરી પર પણ નજર નાંખે યોગ્ય કામગીરી કરાવ એ જરૂરી છે.
કામચલાઉ કામગીરી સામે આવી
રાણીરાજપરા ગામે ઘટના સ્થળની મુલાકાત લેતા જોવા મળ્યું હતું કે નવા ઊભા કરાયેલા થાંભલા માત્ર બે ફૂટ જ જમીનમાં દાટયા હતાં. અને થાંભલા માત્ર કામ ચલાઉ કામગીરી કરી હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે. ખેતરમાં ઊભા કરવામાં આવેલા થાંભલાને કોઈ ફાઉન્ડેશન પણ કરવામાં આવ્યું ન હતું.
અનેક આંખો સામે થાંભલા ઢળ્યા
ખેતરમાં કામ કરતાં જયેશભાઈ અને નરેશભાઈના જણાવ્યા અનુસાર અમે ખેતરમાં કામ કરી રહ્યાં હતાં ત્યારે અમારી આંખ સામે આ થાંભલા એક પછી એક ઢળી પડ્યા હતાં. જોકે, સદ્દનસીબે સમય સૂચકતા વાપરી અમો ખસી ગયા નહીં તો અમારે જીવ ગૂમાવવો પડે તેવી પરિસ્થિતી સર્જાય હતી ચોમાસાની ઋતુમાં આવા કિસ્સાઓ વધી રહ્યા હોય તંત્ર ધ્યાન આપે તેવી સ્થાનિકોએ કરી છે .