વિદર્ભના બ્રહ્નપુરીમાં પારો ૪૭.૮ ડિગ્રીએ પહોંચ્યો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહારાષ્ટ્રમાં ચોમાસું શરૂ થતાં પૂર્વે વિદર્ભમાં ઉષ્ણતામાનનો પારો ૪૮ અંશ સેલ્સિસને પાર કરી જાય એવી શક્યતા દર્શાવાય છે. બે દિવસોથી વિદર્ભના બ્રહ્નપુરીમાં તાપમાન ૪૭ અંશથી ઉપર રહે છે. ગુરુવારે ઉષ્ણતામાન ૪૭.૮ અંશ સેલ્સિયસ પર હતું. અલબત્ત રવિવારથી તાપમાન ઘટવાની આશા રાખવા પાછળ કેરળમાં ચોમાસાનું આગમન ગણાવાય છે. પરંતુ એ પણ ચાર દિવસ પાછળ ઠેલાયું છે. બ્રહ્નપુરીનું તાપમાન છેલ્લા ૫૮ વર્ષનો વિદર્ભનો ઉચ્ચાંક છે, એમ વેધશાળાએ જણાવ્યું હતું. શુક્ર-શનિવારના ગાળામાં વિદર્ભના અગિયાર જિલ્લામાં ૪૫ અંશ સેલ્સિયસની આસપાસ ઉષ્ણતામાન હતું. તેમાંથી બ્રહ્નપુરીના ઉચ્ચાંક ઉપરાંત ચંદ્રપુરમાં ૪૭.૨ અંશ, વધૉમાં ૪૭ અંશ, નાગપુરમાં ૪૬.૩ અંશે અને ગોંદિયામાં ૪૬.૧ અંશ તાપમાન હતું. મહારાષ્ટ્રની બીજી રાજધાની અને વિદર્ભનું મુખ્ય મથક ગણાતા નાગપુરમાં બપોરે ત્રણ વાગ્યા સુધી સખત ગરમી રહે છે અને ત્યાર પછી વાદિળયું હવામાન હોય છે. રાજ્યની પશ્ચિમ કાંઠાળ પટ્ટી પર વરસાદની નિકટતાના અણસાર આપતું ભેળસેિળયું વાતાવરણ હોવાથી આવું બનતું હોવાનું વેધશાળા જણાવે છે. અઠવાડિયા પૂર્વે વધૉ જિલ્લાના હિંગણીમાં ૪૬થી ૪૭ અંશ પર પહોંચેલા તાપમાનને લીધે લૂ વરસતી હોવાથી તેની અસરથી એક ખેત મજુરનું મોત થયું હતું અને વના નદીમાં નહાવા પડેલો એક યુવાન ડૂબીને મૃત્યુ પામ્યો હતો.