ગણપતિ વિસર્જન માટે વિશેષ ટ્રેનો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ‌શ્ચિ‌મ રેલવે દ્વારા આઠ વિશેષ લોકલ દોડાવાશે ગણપતિ વિસર્જન દરમિયાન યાત્રીઓની સુવિધા માટે પ‌શ્ચિ‌મ રેલવેએ દ્વારા ૨૯ સપ્ટેમ્બરની રાતે ચર્ચગેટ તથા વિરાર વચ્ચે બન્ને દિશાની મળીને કુલ આઠ વિશેષ લોકલ ટ્રેનો દોડાવવામાં આવશે. આ ટ્રેનો ૨૯ તથા ૩૦ સપ્ટેમ્બર વચ્ચે પડનારી મધ્ય રાત્રિએ ચલાવવામાં આવશે. આ વિશેષ ટ્રેનો બધાં સ્ટેશનોએ થોભશે. ડાઉન દિશામાં પ્રથમ લોકલ ટ્રેન ચર્ચગેટથી ૧.૧પ કલાકે નીકળી ૨.૪૭ કલાકે વિરાર પહોંચશે. બીજી વિશેષ ટ્રેન ચર્ચગેટથી ૧.પપ કલાકે નીકળી ૩.૩૦ કલાકે વિરાર પહોંચશે. ત્રીજી વિશેષ ટ્રેન ચર્ચગેટથી ૨.૨પ કલાકે નીકળી ૪ વાગ્યે વિરાર પહોંચશે, જ્યારે ચોથી વિશેષ ટ્રેન ચર્ચગેટથી ૩.૨૦ નીકળી ૪.પપ કલાકે વિરાર પહોંચશે. અપ દિશામાં પહેલી વિશેષ લોકલ ટ્રેન વિરારથી ૦૦.૧પ કલાકે નીકળી ૧.૪પ કલાકે ચર્ચગેટ પહોંચશે. બીજી વિશેષ લોકલ વિરારથી ૦૦.૪પ કલાકે નીકળી ૨.૧૭ કલાકે ચર્ચગેટ પહોંચશે. ત્રીજી વિશેષ ટ્રેન વિરારથી ૧.૪૦ કલાકે નીકળી ૩.૧૨ કલાકે ચર્ચગેટ પહોંચશે. ચોથી વિશેષ લોકલ ટ્રેન વિરારથી ૨.પપ કલાકે નીકળી ૪.૩૦ કલાકે ચર્ચગેટ પહોંચશે, એમ પ‌શ્ચિ‌મ રેલવેનાં સૂત્રોએ જણાવ્યું હતું.