સ્ત્રી ભ્રૂણ હત્યા રોકવા માટે સ્પેશિયલ સ્કવોડ રચાશે

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહારાષ્ટ્રમાં વધી રહેલા સ્ત્રી ભ્રૂણ હત્યાના કિસ્સાઓને જડમૂળથી ડામવા માટે જિલ્લાવાર સ્પેશિયલ સ્કવોડ રચવામાં આવશે, એવી જાહેરાત મહારાષ્ટ્ર સરકારે કરી છે.મુખ્ય સચિવ જયંતકુમાર બાંઠિયાએ જયેષ્ઠ આરોગ્ય અને પોલીસ અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ પછી આ નિર્દેશ જારી કર્યા હતા. બાંઠિયાએ બીડ, સોલાપુર અને લાતુર જિલ્લામાં બેઠક દરમિયાન સ્ત્રી ભ્રૂણ હત્યાના વર્તમાન કિસ્સાઓની સમીક્ષા કરી હતી.આ દૂષણને નાથવા માટે રચાનારી સ્કવોડમાં પોલીસ, મહેસૂલ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ હશે અને તેઓ સોનોગ્રાફી સેન્ટરો અને ગર્ભપાત દવાખાનાંઓની તપાસ કરશે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન યોગ્ય પ્રિન્સ્ક્રપ્શન વિના ગર્ભપાતમાં ઉપયોગમાં લેવાત દવાઓ વેચનારા કેમિસ્ટો સામે પગલાં લેશે. ઉપરાંત બીડ જિલ્લામાં શનિવારે કચરાપેટીમાંથી બે સ્ત્રી ભ્રૂણ મળી આવ્યા પછી સર્વ પ્રસૂતિ ગૃહો અને ગભૉવસ્થાનાં મેડિકલ ટર્મિનેશન માટેનાં કેન્દ્રોની તપાસ કરવાનો પણ આ સાથે નિર્દેશ અપાયો છે.આરોગ્ય વિભાગ સ્થાનિક પોલીસ સાથે સર્વ પ્રસૂતિગૃહોની તપાસ કરશે અને દાખલ દરદીઓ, પ્રસૂતિઓ અને ગર્ભપાત વિશેની વિગતો ભેગી કરવાનું શરૂ કર્યું છે.બીડ જિલ્લોમાં ૧૦૦૦ બાળક સામે અહીં ૮૦૧ બાળકીઓ છે.