ફ્લાયઓવર પરથી લાલબાગચા રાજાનાં દર્શન કરતા છ ભાવિક ઘાયલ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાલબાગચા રાજાનાં દર્શન લેવા આવેલા છ ભાવિકો જખમી થયા હતા. ડૉ. આંબેડકર ફલાયઓવર પરથી ગણપતિ બાપ્પાનાં દર્શન કરવાનો પ્રયત્ન કરતાં આ ભાવિકો જખમી થયા છે. લાલબાગચા રાજાના મંડપ અને આજુબાજુના વિસ્તારમાં બહુ અવ્યવસ્થા નિર્માણ થઈ છે. આ ભરચક ગિરદીમાં મંડળ સામે આવેલા ડૉ. આંબેડકર ફલાયઓવર પરથી મોટરસાઈકલ ચલાવતા ગણપતિનાં ‘ઊડતાં દર્શન’ કરવાના પ્રયત્નમાં ત્રણ ભાવિકો જખમી થયા છે. ઉપરાંત અન્ય ઘટનાઓમાં અન્ય ત્રણ ભાવિકો જખમી થયા છે. ફલાયઓવર પરથી ચાલુ પલ્સર મોટરસાઈકલે દર્શન કરવાના પ્રયત્નમાં ગુરુવારે બાઈક રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માત મોટરસાઈકલ પર બેઠેલા અશોકરામા કંદાસ્વામી દેવેન્દ્ર, મોહમ્મદ આમિર મોહમ્મદ અનિસ શેખ અને રાજેશ ચંતુપ્રસાદ પ્રજાપતિ જખમી થયા હતા. મોટરસાઈકલ અકસ્માતમાં જખમી થયેલો રાજેશ ફલાયઓવર પરથી નીચે પડતાં રાજેશ માંડવકર અને રાજશ્રી માંડવકર પર પડ્યો હતો. તેથી આ બન્ને પણ જખમી થયાં હતાં, જ્યારે મોટરસાઈકલની અથડામણથી ઊડેલો પથ્થર લાગવાથી વિટ્ઠલસિંહ ઉત્તમસિંહ ગુરુસિંહ જખમી થયો હતો. તમામ ઘાયલો પર કે.ઈ.એમ. હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. તમામ ઘાયલોને ફ્રેકચર થયાની અને મૂઢમાર લાગ્યો હોવાની માહિતી હોસ્પિટલ વહીવટી તંત્રે આપી હતી.