દહિસરમાં પુત્રી પર બળાત્કાર ગુજારનાર પિતાની ધરપકડ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દહિસરમાં છેલ્લાં ત્રણ વર્ષથી પુત્રી પર બળાત્કાર ગુજારનારા નરાધમ પિતાની પોલીસે ધરપકડ કરીને રિમાંડ પર લીધો છે. દહિસર પૂર્વ રાવલપાડામાં એસઆરએ બિલ્ડિંગમાં રહેતા અને એક કંપનીમાં નોકરી કરલતા સત્યજીત ચૌધરીની પોલીસે ધરપકડ કરી છે. ૪૫ વર્ષીય ચૌધરી પોતાની ૧૬ વર્ષની પુત્રી પર છેલ્લાં ત્રણ વર્ષથી બળાત્કાર ગુજારતો હતો. વળી, આ વાત કોઈને કહેશે તો જાનથી મારી નાખીશ એવી ધમકી પણ આપી રાખી હતી. પાંચ વર્ષ પૂર્વે આરોપીની પત્નીનું નિધન થયું હતું. ત્યાર બાદ ત્રણ વર્ષ પૂર્વે આરોપી પુત્રીની કનડગત કરતો હતો અને શારીરિક સંબંધ બાંધવા માટે ફરજ પાડતો હતો, એમ પોલીસે જણાવ્યું હતું. આરોપીને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરાતાં ૭ જુન સુધી રિમાંડ પર રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પીડિતની દેખભાળ કરવા માટે કોઈ ન હોવાથી તેને, તેની ૧૨ વર્ષની પુત્રી અને ૧૪ વર્ષના પુત્રને પોલીસે ડોંગરીના બાળ સુધારગૃહમાં મોકલી આપી છે, એમ પોલીસે જણાવ્યું હતું. હકીકતમાં પીડિતને ત્રણ દિવસ પૂર્વે એક બાળ કલ્યાણ ચળવળકર્તા વિસ્તારમાં મળી હતી. આથી હિંમત કરીને તેણે પિતાનાં કરતૂત વિશે તેને જાણ કરી હતી. આ ચળવળકર્તા પીડિતને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી, જ્યાં હકીકતની જાણ કરી હતી.