મુંબઈ ઉપનગરી રેલવેની શ્વેતપત્રિકા બહાર પાડો: નાઈક

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
''મુંબઈના ૭૨ લાખ ઉપનગરી મુસાફરોની દૃષ્ટિએ એલિવેટેડ રેલવે મૃગજળ છે. તેની બદલે રેલવેએ હાથ ધરેલા પ્રકલ્પો યુદ્ધના ધોરણે પૂરા કરવા જોઈએ તેમ જ મુસાફરોનો વિશ્વાસ સંપાદન કરવા મુંબઈ ઉપનગરી રેલવેની શ્વેતપત્રિકા બહાર પાડવી.’’ આ મુજબની માગણી ભારતીય જનતા પક્ષના નેતા અને માજી રેલવે રાજ્ય પ્રધાન (સ્વતંત્ર પ્રભાર) રામ નાઈકે મુંબઈ ખાતે સોમવારે પત્રકાર પરિષદમાં કરી છે. ઉપનગરી મુસાફરોની માગણીઓના સંદર્ભે ચર્ચા કરવા માટે નવા રેલવે પ્રધાન સી. પી. જોશીની મુલાકાત પણ રામ નાઈકે માગી છે. ઉપનગરી રેલવેનાં પ્રશ્નો સંબંધે વધુ માહિ‌તી આપતાં શ્રી રામ નાઈકે કહ્યું હતું કે, ''પ‌શ્ચિ‌મ રેલવે પર ચર્ચગેટથી વિરાર એલિવેટેડ રેલવેના રૂપિયા ૧૮ હજાર કરોડના પ્રકલ્પ માટે વડા પ્રધાન કાર્યાલયે મંજૂરી આપી હોવાનું કહેવામાં આવ્યું છે અને મધ્ય રેલવે પર છત્રપતિ શિવાજી ટર્મિ‌નસથી કલ્યાણ એલિવેટેડ રેલવેનો ૩૨ હજાર કરોડનો પ્રકલ્પ રેલવે બોર્ડે નામંજૂર કરી છે તેવા સમાચારો છે. આ પ્રકલ્પ પ‌શ્ચિ‌મ રેલવે પર થાય તો મધ્ય રેલવે પર કેમ નહીં તે પહેલો પ્રશ્ન નિર્માણ થાય છે તેમ જ આ પ્રકલ્પ રેલવે, રાજ્ય સરકાર અને ખાનગી શેરધારકોના સહકાર્યથી નિર્માણ થવાનો હોવાથી તે ગાડિઓ ફકત વાતાનુકુલિત હોઈ પ્રકલ્પ પૂર્ણ થતાં ઓછામાં ઓછાં સાત-આઠ વર્ષ લાગે. તેનું ભાડું ઉપનગરના નિમ્ન અને મધ્યમ વર્ગીઓને પોસાય કે નહીં તેય મુદ્દાનો પ્રશ્ન છે. તે સંકલ્પિત ભાડાંમાં અને હાલની ઉપનગરી ગાડીઓનાં ભાડાંમાં વધુ ફરક હશે તો આ સેવાને પૂરતા મુસાફરો મળશે કે નહીં તે પણ પ્રશ્ન ઊભો થાય છે.