ઓસ્કાર નોમિનેશન: 'બર્ફી‍’ની ટીમમાં જલ્લોષ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફિલ્મ 'બર્ફી’ના વર્ષ ૨૦૧૩ના ઓસ્કાર એવોર્ડસ અર્થે નામાંકનને માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે સ્વીકાર થતાં એ ફિલ્મના અભિનેતા રણબીર કપૂર અને દિગ્દર્શક અનુરાગ બાસુએ આનંદ વ્યક્ત કર્યો હતો. પરંતુ એ સાથે જ તેમણે જણાવ્યું હતું કે ''ખરેખરું નામાંકન મેળવવા માટે લાંબી મજલ કાપવાની છે. ભારતની 'બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ’ કેટેગરીમાં એન્ટ્રી તરીકે સ્થાન પામવા માટે ૧૯ ફિલ્મો સાથે હરીફાઈ કરવાની છે.’’ રણબીર કપૂરે કહ્યું કે ''અમે સૌ ખૂબ ખૂશ છીએ. આ અમારી ટીમનો પ્રયાસ છે. આ તબક્કે ખૂબ ઉત્તેજિત થવાની જરૂર નથી. કારણ કે હજુ તો ભારત તરફથી એન્ટ્રીઓમાં સ્થાન મળ્યું છે. મુખ્ય નામાંકન - એન્ટ્રી તરીકે પસંદ થવાને હજુ વાર છે.’’ રણબીરે આ ફિલ્મમાં મૂંગા બહેરા છોકરાનું પાત્ર ભજવ્યું છે. દિગ્દર્શક અનુરાગ બાસુએ અભિનંદના ઢગલા બંધ સંદેશા મેળવ્યા બાદ સોશિયલ નેટવકિપ્નગ સાઈટ 'ટવીટર’ પર જવાબ લખ્યો હતો કે ''થેન્ક્યુ મછ લેકિન અભી દિલ્હી દૂર હૈ. હમારે લિયે દુવા કરે.’’ અત્યાર સુધીમાં ઓસ્કાર નોમિનેશનના ફાઈનલ રાઉન્ડ સુધી પહોંચવામાં ફક્ત ત્રણ ભારતીય ફિલ્મો સફળ રહી. તેમાં મહેબૂબ ખાનની 'મધર ઈન્ડિયા,’ મીરા નાયરની 'સલામ બોમ્બે’ અને આમિરખાનની 'લગાન’નો સમાવેશ છે. ૨૯ વર્ષીય રણબીરે જણાવ્યું હતું કે '' આ ફિલ્મ ફાઈનલ રાઉન્ડ સુધી પહોંચી શકશે તો અમે આગળ વધવા વિશે આમિર ખાનની સલાહ લઈશું.’’ આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા એક ઓટિસ્ટિક છોકરીની ભૂમિકામાં છે. તે ઉપરાંત પહેલી વખત હિ‌ન્દી ફિલ્મોમાં આવેલી દક્ષિણની અભિનેત્રી ઈલીયાના ડીક્રુઝની પણ મહત્ત્વની ભૂમિકા છે. હાલ લોસ એન્જલસ ગયેલી પ્રિયંકા ચોપરાએ ત્યાંથી મોકલેલા સંદેશમાં આખી ચિત્રપટ કૃતિને 'પ્રેમ રેડીને કરાયેલો પરિશ્રમ’ ગણાવી હતી. પ્રિયંકા સંદેશમાં લખ્યું હતું કે ''કોંગ્રેચ્યુ લેશન્સ ટીમ બર્ફી, ધીસ ઈઝ અમેઝિંગ ન્યુઝ, લેબર ઓફ લવ ઈઝ સક્સેસફૂલ.’’ પ્રિયંકાએ એસએમએસ સંદેશમાં આ સફળતા બદલ પરમ સંતોષની લાગણી વ્યકત કરતાં જણાવ્યું હતું કે '' મેં ફિલ્મોમાં ભજવેલા પાત્રોમાં સૌથી અઘરા-મુશ્કેલ પાત્રોમાંથી એક 'ઝિલમિલ’નું પાત્ર હતું.