મુંબઈગરાઓ પર વધુ એક વીજદર વધારો ઝીંકાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈગરાઓને માથે સપ્ટેમ્બર માસનાં વીજબિલોમાં એક વધારો આવી ગયા પછી હવે મહાનિમર્તિના સ્થિર આકારણી પેટેની બીજો એક વીજબોજ આવી રહ્યો છે. મહાનિમર્તિ‌ના ખર્ચમાં તફાવતને વીજળી નિયામક પંચે મંજૂરી આપતાં સ્થિર આકારણી પેટે રૂ. ૪૨૪ કરોડની વસૂલાત કરવામાં આવશે. ઓક્ટોબરથી લઈ આગામી આઠ માસમાં આ રકમ વસૂલવાની પરવાનગી મળતાં ઓક્ટોબરના વીજળી બિલમાં યુનિટ દીઠ સરેરાશ સાતથી આઠ પૈસા વધારે વસૂલવામાં આવશે. બે વર્ષથી વસૂલી કરવાની પરવાનગી ન મળતાં મહાવિતરણ પર આર્થિ‌ક બોજો પડવાની ફરિયાદ મહાવિતરણે કરી હતી. તેથી ઈંધણ અને અસ્થિર આકારણી રકમનો બાકી ભાગ આ વર્ષના છેલ્લા ભાગમાં ચૂકવવો પડે એવી શકયતા છે. સ્થિર આકારણીની રકમમાંથી મહાનિર્મિ‌તીએ વર્ષ ૨૦૧૧-૧૨ માટે આર્થિ‌ક મહેસૂલી જરૂરિયાતમાં સ્થિર આકારણીના કોઈપણ આંકડાઓ રજૂ કર્યા નહોતા. તેથી વચમાં જ આ રકમની વસૂલાત માટે મંજૂરી આપવાની ફરજ વીજળી નિયામક પંચને પડી હતી.