મુરબાડમાં સુમો પલટી જતાં બે જાનૈયાનાં મોત

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ ઘટનામાં નવ જણ ઘાયલ થયા હતા જેમાં પાંચની હાલત ગંભીર છે પુણેમાં જાનૈયાઓને નડેલા અકસ્માતની વાત તાજી છે ત્યાં મુરબાડમાં જાનૈયાને નડેલા અકસ્માતમાં બે જણનાં મોત નીપજ્યાં છે, જ્યારે નવ જણ ઘાયલ થયા છે.કલ્યાણ- અહમદનગર હાઈવે પર મુરબાડ નજીક વાંજળે ગામમાં જાનૈયાની સુમો પલટી ખાઈને બે જણનાં મોત થયાં હતાં, જ્યારે નવ જણ ઘાયલ થયા હતા. રવિવારે આ દુર્ઘટના બની હતી.શહાપુરમાં અસનોલી ખાતે રાહુલ ઘનઘાવ ખાતે યુવાનનાં લગ્ન નિમિત્તે જાનૈયા ટાટા સુમોથી અંબરનાથ જતા હતા. સવારે ૧૧.૩૦ વાગ્યાના સુમારે વાહન પરનું નિયંત્રણ છુટતાં વાહન રસ્તા નીચે ઊતરીને પલટી ખાઈ ગયું હતું. આ અકસ્માતમાં ચાલક યોગેશ ચન્ને તથા વૈભવ સોનવળેનાં મોત નીપજ્યાં હતાં. ઘાયલોને કલ્યાણની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી પાંચની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું હતું.ઘાયલોમાં મયુર ગાયકવાડ (૧૦), સાર્થક ઘનઘાવ (૬), રઘુનાથ ગાયકવાડ (૩૯), સંજય ઘનઘાવ (૨૩), સાગર ઘનઘાવ, મહેશ ચન્ને (૧૮), વિજય ઘનઘાવ (૨૫), હરશ્વિંદ્ર ઘનઘાવ (૨૫), અજય ઘનઘાવ (૨૧)નો સમાવેશ થતો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.