લાલબાગનાં રાજાના દર્શને આવેલાં છ ભાવિકો જખ્મી થયાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાલબાગચા રાજાનાં દર્શન લેવા આવેલા છ ભાવિકો જખ્મી થયા હતા. ડો. આંબેડકર ફ્લાયઓવર પરથી ગણપતિ બાપ્પાનાં દર્શન કરવાનો પ્રયત્ન કરતાં આ ભાવિકો જખ્મી થયા છે. લાલબાગચા રાજાના મંડપ અને આજુબાજુના વિસ્તારમાં બહુ અવ્યવસ્થા નિર્માણ થઈ છે. આ ભરચક ગિરદીમાં મંડળ સામે આવેલા ડો. આંબેડકર ફ્લાયઓવર પરથી મોટરસાઈકલ ચલાવતા ગણપતિનાં 'ઊડતાં દર્શન’ કરવાના પ્રયત્નમાં ત્રણ ભાવિકો જખ્મી થયા છે. ઉપરાંત અન્ય ઘટનાઓમાં અન્ય ત્રણ ભાવિકો જખ્મી થયા છે. ફ્લાયઓવર પરથી ચાલુ પલ્સર મોટરસાઈકલે દર્શન કરવાના પ્રયત્નમાં ગુરુવારે બાઈક રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માત મોટરસાઈકલ પર બેઠેલા અશોકરામા કંદાસ્વામી દેવેન્દ્ર, મોહમ્મદ આમિર મોહમ્મદ અનિસ શેખ અને રાજેશ ચંતુપ્રસાદ પ્રજાપતિ જખ્મી થયા હતા. મોટરસાઈકલ અકસ્માતમાં જખ્મી થયેલો રાજેશ ફ્લાયઓવર પરથી નીચે પડતાં રાજેશ માંડવકર અને રાજશ્રી માંડવકર પર પડયો હતો. તેથી આ બન્ને પણ જખ્મી થયાં હતાં, જ્યારે મોટરસાઈકલની અથડામણથી ઊડેલો પથ્થર લાગવાથી વિઠ્ઠલસિંહ ઉત્તમસિંહ ગુરુસિંહ જખ્મી થયો હતો. તમામ ઘાયલો પર કે.ઈ.એમ. હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. તમામ ઘાયલોને ફ્રેકચર થયાની અને મૂઢમાર લાગ્યો હોવાની માહિ‌તી હોસ્પિટલ વહીવટી તંત્રે આપી હતી.