પુણેમાં બાઇક માટે પાંચ વર્ષના બાળકની હત્યા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હોટેલ મેનેજમેન્ટના વિદ્યાર્થીનું દુષ્કૃત્ય પાંચ વર્ષના શુભની હત્યા માત્ર એટલા માટે કરવામાં આવી હતી કે હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતા પરમિન્દરને બાઇક ખરીદવી હતી. બાઇક ખરીદવા તેને કેટલાક લાખ રૂપિયાની જરૂર હતી. પહેલાં તો શુભનું અપહરણ કર્યું અને પછી ગળું દબાવીને તેની હત્યા કરી. પોલીસે ૧૯ વર્ષના પરમિન્દર અને તેને મદદ કરનારા ૧પ વર્ષના કિશોરની મંગળવારે ધરપકડ કરી હતી. અદાલતે મંગળવારે બંનેને એક ઓક્ટોબર સુધી રિમાન્ડ પર મોકલી આપ્યા. પરમિન્દર મેનેજમેન્ટનો અભ્યાસ કરે છે. શુભનાં માતાપિતા ડીઆરડીઓમાં વિજ્ઞાની છે. પુણેના ડીઆરડીઓ વિસ્તારમાં આ ઘટના બની હતી. બંને આરોપીઓના પિતા સેનામાં જવાન છે. પરમિન્દર ૨૩ સપ્ટેમ્બરના રોજ રવિવારે શુભની સોસાયટીમાં આવ્યો હતો. એકલા રમી રહેલા શુભને ગણેશ મૂર્તિ‌ બતાવવાના બહાને લઇ ગયો અને અપહરણ કર્યું. પણ શુભની આંખ પર બાંધેલો રૂમાલ ખૂલી ગયો અને તે પરમિન્દરને જોઇ ગયો.