એન્જિનિયરિંગના પેપર લીક પ્રકરણે દસ જણની ધરપકડ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

૨૦ જેટલા વિદ્યાર્થીઓની પૂછપરછ કરાઈ હતી ઉપરાંત યુનિવર્સિટીના કેટલાક કર્મચારીઓની પણ પૂછપરછ કરાઈ હતીએન્જિનિયરિંગના બે પેપર ગત મહિને લીક થવા પ્રકરણે ક્રાઈમ બ્રાન્ચે મંગળવારે વિદ્યાર્થીઓ સહિત દસ જણની ધરપકડ કરીને તેમને રિમાંડ પર લીધા છે. હજુ પણ કેટલાકને માથે ધરપકડની તલવાર તોળાઈ રહી છે.૨૬ મેના રોજ એટીકેટી માટે બેઝિક ઈલેિકટ્રકલ્સ એન્ડ ઈલેકટ્રોનિકસ એન્જિનિયરિંગનું પેપર લીત થયું હતું. આ પૂર્વે ૨૩ મેના રોજ મુંબઈ યુનિવર્સિટીના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે યોજાયેલી એપ્લાઈડ ફિઝિકસ-૨ પેપર લીક થયું હતું.પરીક્ષા શરૂ થાય તેના ગણતરીના કલાકો પૂર્વે પેપર લીક થયું હતું. નબળી સુરક્ષા વ્યવસ્થાને લીધે આવું થયું હતું. આ વાતને લઈ ભારે ઊહાપોહ મચી ગયો હતો. આને કારણે ક્રાઈમ બ્રાન્ચના ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તપાસમાં મુંબઈ યુનિવર્સિટીના અમુક કર્મચારીઓ અને વિદ્યાર્થીઓનો હાથ હોવાની માહિતી બહાર આવી હતી, જેને પગલે મંગળવારે દસ જણની ધરપકડ કરવામાં આવી છે.આરોપીઓમાં ગણેશ જાધવ, પ્રકાશ તેંડુલકર, વિકાસ ઉનવાલે, પ્રેમચંદ કાંબળે, ભારત સિંહ, વિવેક ગાયકવાડ, સચિન લાડ, મિલિંદ લાડ, શાદબ રાઉત અનિરુદ્ધ મુસળે વગેરેનો સમાવેશ થાય છે. આમાંથી મુંબઈ યુનિવર્સિટીના બે કર્મચારી છે, ત્રણ વિદ્યાર્થી છે, જ્યારે અન્ય વચેટિયાઓ છે, એમ પોલીસે જણાવ્યું હતું.આરોપીઓને મંગળવારે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ હાજર કરાતાં આઠ જુન સુધી રિમાંડ પર રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.આ કેસમાં અમે ૨૦ જેટલા વિદ્યાર્થીઓની પૂછપરછ કરી હતી. ઉપરાંત યુનિવર્સિટીના કેટલાક કર્મચારીઓની પણ પૂછપરછ કરી હતી, જેમાં દોષી જણાયેલા આ આઠ જણની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ કઈ રીતે આ પેપર લીક કર્યા અને તેમની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તે અંતે વધુ તપાસ ચાલી રહી છે.