મહારાષ્ટ્રના ઉદ્યોગો અન્ય રાજ્યોમાં જઈ રહ્યાં છે : શરદ પવાર

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પૃથ્વીરાજના વહીવટને ફરી કંગાળ ગણાવતા એનસીપી પ્રમુખ કેન્દ્ર તથા રાજ્ય (મહારાષ્ટ્ર) સરકારની સત્તામાં કોંગ્રેસના ભાગીદાર પક્ષ રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રમુખ શરદ પવારે ફરી એક વખત મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ પર પ્રહારો શરૂ કર્યા છે. શનિવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસના મહારાષ્ટ્ર એકમની બેઠક દરમિયાન પવારે મુખ્ય પ્રધાનની નિર્ણય લેવાની ક્ષમતા સામે સવાલો ઊભા કરતાં રાજ્યના ઉદ્યોગ-ધંધા બહાર-અન્ય રાજ્યોમાં પગ કરી જવા માટે તેમને (પૃથ્વીરાજને) જવાબદાર ઠેરવ્યા હતા.ચવ્હાણ પર પરોક્ષ પ્રહાર કરતાં પવારે જણાવ્યું કે ‘‘સરકાર યોગ્ય નિર્ણય લઈ શકતી નથી. એક વખતમાં મહારાષ્ટ્ર, ઉદ્યોગપતિઓની પ્રથમ પસંદગી હતું. પરંતુ આજે એવો વખત આવ્યો છે કે અહીંના ઉદ્યોગો અન્ય રાજ્યોમાં જઈ રહ્યા છે.’’ વિધાન પરિષદની ચૂંટણીમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસની સફળતાને વિશિષ્ટ ગણાવતાં તેમણે કહ્યું કે ‘‘પક્ષનો વિકાસ થવો જોઈએ. એ માટે કાર્યકરોને તક મળવી જોઈએ અને સામાન્ય નાગરિકોની સમસ્યાઓના ઉકેલ મેળવવા પણ જરૂરી છે.’’ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં એનસીપીએ કોંગ્રેસ સામે મેળવેલી સરસાઈ બાદ કોંગ્રેસના રાજ્ય એકમના પ્રમુખ માણિકરાવ ઠાકરેએ આપબળે (એનસીપીના સાથ વિના) ચૂંટણી લડવાની વાત કરી હતી. તેના જવાબમાં પવારે ફરી મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ સામે તીર સંધાન કર્યું હોવાનું મનાય છે.