હડતાળિયા મહાપાલિકા કર્મચારીઓનું બોનસ ફરી રખડ્યું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ નિર્ણયને મહાપાલિકા વહીવટી તંત્રે હાઈકોર્ટમાં ફરી પડકાર્યો હતો મહાપાલિકા હડતાળિયા કર્મચારીઓને બોનસ આપવાના મુંબઈ હાઈકોર્ટની એક સભ્ય ધરાવતી ખંડપીઠના ન્યાયાધીશે આપેલા ચુકાદાને બે ન્યાયાધીશોની ખંડપીઠે સ્થગિત કર્યો હતો. આ બાબતે આગલો નિર્ણય ૧પમી ઓક્ટોબરે થવાની શક્યતા છે. વેતન કરારની માગણી માટે મહાપાલિકાના કર્મચારીઓએ ગયે વર્ષે ૧૯મી અને ૨૦મી સપ્ટેમ્બરે હડતાળ કરી હતી. આ હડતાળમાં ભાગીદાર થયેલા કર્મચારીઓને બોનસ ન આપવાનો નિર્ણય તત્કાલીન મહાપાલિકા કમિશનર સુબોધ કુમારે લીધો હતો. આ નિર્ણય વિશે મ્યુનિસિપલ મજદૂર યુનિયન અને મહાપાલિકા વચ્ચે કોર્ટની લાંબી લડાઈ ચાલુ છે. વચમાં મુંબઈ ઔદ્યોગિક ર્કોટે અને મુંબઈ હાઈકોર્ટના ન્યાયાધીશ અનુપ મોહતાએ કર્મચારીઓને બોનસ આપવા આદેશ આપ્યો હતો. હડતાળિયા કર્મચારીઓને બોનસની રકમ સાડાબાર ટકા વ્યાજ સહિ‌ત આપવાનો આદેશ ન્યાયાધીશ મોહતાએ આપ્યો હતો. આ નિર્ણયને મહાપાલિકા વહીવટી તંત્રે હાઈકોર્ટમાં ફરી પડકાર્યો હતો. સોમવારે મુખ્ય ન્યાયાધીશ મોહિ‌ત શાહ અને ન્યાયાધીશ નીતિશ જામદારની ખંડપીઠ સામે આ કેસની સુનાવણી થઈ હતી. હડતાળિયા કર્મચારીઓને બોનસ આપવાનો ઔદ્યોગિક કોર્ટ અને ન્યાયાધીશ મોહતાના આદેશને ન્યાયાધીશ મોહિ‌ત શાહ અને ન્યાયાધીશ જામદારની ખંડપીઠે વચગાળાની સ્થગિતી આપતાં સુનાવણી ૧પમી ઓક્ટોબર સુધી મુલતવી રાખી હતી.