બેસ્ટની વેસ્ટ જેવી હાલત આવક વધે તો ઉગરી શકશે

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજની સ્પર્ધામાં ટકી રહેવા બેસ્ટે ગતિમાન થવું જરૂરી છે એમ પરિવહન નિષ્ણાતોનું માનવું છે. પોઈન્ટ ટુ પોઈન્ટ રેપિડ બસ સેવા શરૂ કરવાની તૂટી ગયેલા પ્રવાસીઓ ફરીથી બેસ્ટ સાથે જોડાશે. બેસ્ટની આવક વધારવા અને વિવિધ યોજનાઓ કરવા માટે વહીવટી તંત્ર અને સત્તાધીશોની ઈચ્છાશક્તિની જરૂરિયાત છે એવો ગત વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. બેસ્ટની ગૌરવશાલી વારસો ટકાવી રાખવા માટે અને બેસ્ટ ઉપરનું સંકટ દૂર કરી બતાડવાનો પડકાર બેસ્ટના સત્તાવાળાઓને છે. બેસ્ટની કથળતી જતી આર્થિક સ્થિતિ બેસ્ટ માટે ચિંતાની બાબત બની ગઈ છે. બેસ્ટનો બમોનો કાફલો અને મોટું નેટવર્ક હોવા છતાં પ્રવાસીઓ વધતા નથી તેનું આશ્ચર્ય છે. બેસ્ટે હવે બદલાતા સમય સાથે બદલાવાની જરૂર છે એવો મત પરિવહન નિષ્ણાત સુધીર બદામીએ વ્યક્ત કર્યો છે. આવક વધારવા તેમ જ ટ્રાફિક વ્યવસ્થા રેલવે પ્રમાણે વેગવાન કરવા માટે ચોક્કસ યોજના બનાવવી જરૂરી છે. અડધી મિનિટમાં બસ દોડાવવી જોઈએ. જેટલી બેસ્ટ રેપિડ થશે તેટલી તેની આવક વધશે તે માટે બસોની નિયમિત દેખભાળ કરવી જરૂરી છે. હાલમાં બેસ્ટની બસની ગતિ કલાકે ૧૫ કિ.મી છે. તે વધારીને કલાકદીઠ ૩૦ કિ.મી કરતાં રેલવે અને પગે ચાલીને જનારા ૪૪ ટકા પ્રવાસીઓ તેને પ્રતિસાદ આપશે એમ બદામીએ જણાવ્યું હતું. બેસ્ટની એરકન્ડશિન્ડ બસો દોડાવવી વહીવટીતંત્રને ભારે પડે છે. આ બસનો પોઈન્ટ ટુ પોઈન્ટ અને રેપિડ ગતિએ આવવાથી આમાંથી મોટી આવક થશે એ દ્રષ્ટિએ વિચાર કરવાની કોર્પોરેટ ક્ષેત્રમાં તેમજ પોતાની ગાડી મારફત પ્રવાસ કરનારા લોકો એરકન્ડશિન્ડ બસમાં પ્રવાસ કરવું પસંદ કરશે, એવો મત કેટલાક નિષ્ણાતો ધરાવે છે. પ્રવાસી કર, ટોલ ટેક્સ, વાહન વેરો, પોષણ સરચાર્જ, સેલ્સ ટેક્સ અને વેટમાં સરકાર છૂટ આપે તો અથવા આ કરો માફ કરે તો બેસ્ટને મોટી રાહત થશે એમ શિવસેનાના વરિષ્ઠ સભ્ય સુનીલ ગણાચાર્યનું માનવું છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને મહાપાલિકાએ બેસ્ટની સાર્વજનિક પરીવહન વ્યવસ્થા ચાલુ રાખવી જોઈએ એવો મત પણ તેમણે વ્યક્ત કર્યો હતો. બસ સ્ટોપ ઉપર જાહેરાતો, ડેપોનો વ્યાવસાયિક ઉપયોગ જેવા માધ્યમાંથી આવક વધારવાના પ્રયત્નો ચાલુ છે. બેસ્ટના જનરલ મેનેજર ઓ. પી. ગુપ્તાએ બેસ્ટને સારી સ્થિતિમાં લાવવા માટે ત્રણ વર્ષની મહેતલ માગી હતી. પરંતુ તેમણે કડવા નિર્ણયો લેવા છતાં બેસ્ટની પરિસ્થિતિ સુધારી શક્યા નહિ. તેઓ તેમની આગળનાં મેનેજરો સામે આંગળી ચિંધે છે. બેસ્ટનો ભાડાવધારો એ સંકટમાંથી નીકળવાનો વિકલ્પ નથી. આ માટે વહીવટી તંત્ર અને સરકારી અને વિરોધી પક્ષોએ એક જુથ થઈ કામ કરવું જરૂરી છે. બેસ્ટની છ વોલ્વો કાયમનો ધોળો હાથી મુંબઈ : મોટા બેન્ડ-વાજા અને પડઘમ વગાડી બેસ્ટના કાફલામાં દાખલ કરવામાં આવેલી ‘વોલ્વો’ બસ ઉપક્રમને ધોળો હાથી બનવા લાગવા માંડી છે. અત્યંત ખર્ચાળ બનતી આ બસ સેવાને કારણે બસના કાફલાની આ છ બસને કાયમ માટે ‘આરામ’ આપવો પડ્યો છે. હવે આ બસો ક્યારે માર્ગો પર દોડતી થશે તે કહી શકાય તેમ નથી. મુંબઈગરાને પ્રવાસ વધુ આરામદાયી આપવા માટે બેસ્ટ ઉપક્રમે કિંગલોંગ એસી બસની સાથોસાથ વોલ્વો બસ સેવામાં ઉતારી હતી. એક બસ કંપનીએ જાહેરાતના હેતુ સબબ બેસ્ટને આ બસો મફતમાં આપી હતી. જોકે શરૂઆતમાં ૫૦ ત્યાર બાદ બીજી ૫૦ એમ ૧૦૦ બસ કાફલામાં જોડાવાની હતી. ઉક્ત બસની બદલામાં સદર કંપનીને કેટલીક બસ પર જાહેરાત સહિત ત્રણ બસ સ્ટોપ અને એક હોડિ•ગ પર જાહેરાત પ્રદર્શિત કરવાનો હક આપવામાં આવ્યો હતો. બસ સ્ટોપ ક્યાં બાંધવું તે સ્થળ કંપનીએ શોધવું એવી શરત મૂકવામાં આવી હતી. કંપનીને વર્ષભરમાં આવી કોઈ જગ્યા મળી નહીં. વળી, સંપૂર્ણ બસ પર જાહેરાત પ્રદર્શિત કરવા સામે આરટીઓએ મનાઈ કરતાં કંપની મુશ્કેલીમાં મુકાઈ હતી. નેવું લાખ રૂપિયાની એક એવી છ બસ કંપનીએ બેસ્ટ ઉપક્રમને આપી હતી. પરંતુ કંપનીને કોઈપણ ફાયદો ન દેખાતાં કંપનીએ સદંતર બસ આપવાની ના પાડી. એટલે બેસ્ટ ઉપક્રમે કંપની સાથે કરેલો કરાર રદબાતલ કર્યો. હાલમાં આ બસોનું રજિસ્ટ્રેશન કંપનીને નામે છે. એટલે આ બસો ક્યારેય પણ બીજી ખાનગી બસ કંપનીના ઉપયોગમાં જઈ શકે છે. જોકે આ બસો બેસ્ટના કાફલામાં રહેશે એવો મહાવ્યવસ્થાપક ઓ. પી. ગુપ્તાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.