પીએમનું રાષ્ટ્રને સંબોધન હાસ્યાસ્પદ: બાળ ઠાકરે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એફડીઆઈ- ડીઝલની ભાવ વૃદ્ધિનો બચાવ આધારહીન સરકારી તિજોરીમાં પૈસા ન હોય તો મુસ્લિમો પર આટલી બધી કૃપા શા માટે વરસે છે? શિવસેના પ્રમુખ બાળ ઠાકરેએ ગઈ ૨૧ સપ્ટેમ્બરે વડા પ્રધાન ડો. મનમોહન સિંહે રાષ્ટ્રને કરેલા સંબોધનને 'અત્યંત હાસ્યાસ્પદ’ ગણાવતાં રીટેલ ક્ષેત્રે વિદેશી મૂડી રોકાણની જોગવાઈ તેમ જ ડિઝલના ભાવ વધારાનો 'નિર્લજ્જતા’થી બચાવ કર્યો હોવાનું જણાવ્યું હતું. શિવસેનાના મુખપત્ર 'સામના’ના તંત્રીલેખમાં બાળ ઠાકરેએ જણાવ્યું કે ''રીટેલમાં વિદેશી મૂડી રોકાણ તેમ જ ડિઝલના ભાવ વધારાને મુદ્દે સરકારમાં તેમના સાથી પક્ષ તૃણમૂલ કોંગ્રેસનાં નેતા મમતા બેનર્જીને સમજાવવામાં નિષ્ફળ ગયેલા ડો. મનમોહન સિંહ દેશની જનતાને તેમના નિર્ણયોનું વાજબીપણું સમજાવવાનો હાસ્યાસ્પદ પ્રયાસ કરતા હતા. ભારતના ઈતિહાસમાં આટલું હાસ્યાસ્પદ ભાષણ કદાચ અન્ય કોઈ નેતાનું રહ્યું નથી.’’ ''મલ્ટી બ્રાન્ડ રીટેલ ક્ષેત્રે વિદેશી મૂડીરોકાણ (એફડીઆઈ) લાવવાના નિર્ણયથી વેપારી સમુદાય રોષે ભરાયો છે. વળી ડિઝલના ભાવમાં વધારાથી પણ સામાન્ય જનતાની કમ બખ્તી શરૂ થઈ છે. વડા પ્રધાન કહે છે કે પૈસા ઝાડ પર ઉગતા નથી. તો શું કોલસાની ખાણમાંથી નીકળે છે, ઘાસચારા (કૌભાંડ)માંથી આવે છે કે બોફોર્સ (કૌભાંડ)માંથી આવે છે?’’એમ પણ ઠાકરેએ જણાવ્યું હતું. તંત્રીલેખમાં તેમણે વધુમાં લખ્યું હતું કે ''વડા પ્રધાન કહે છે કે સરકાર પાસે નાણા નથી. જો એવું હોય તો મુસ્લિમો પર કેમ આટલી બધી આર્થિ‌ક કૃપા સરકાર વરસાવતી રહે છે? આ પરિસ્થિતિમાં સરકાર 'ફૂડ સિક્યુરિટી’ (ખાદ્ય સુરક્ષા)ની યોજનાઓ તેમ જ મહાત્મા ગાંધી નેશનલ રુરલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી એક્ટ હેઠળ ગ્રામિણ રોજગાર બાંયધરી માટે ભંડોળ કેવી રીતે ફાળવશે?’’ ''વડા પ્રધાનની પાકિસ્તાન મુલાકાત સામે પણ પ્રજાનો રોષ છે પ્રજાના એ રોષને લશ્કરના વડાએ વ્યક્ત કર્યો છે,’’ એમ પણ બાળ ઠાકરેએ જણાવ્યું હતું.