તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પુણેમાં વૈમનસ્યને કારણે ભરબજારમાં સરપંચ ઠાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ધુળેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

સિંહગઢ રસ્તા પર ઘાયરી ફાટા ખાતે ભરબજારમાં જૂની અદાલતમાંથી નાંદોશી ( તાલકો-હવેલી) ગામના સરપંચ અર્જુન ધુળે પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયેલા ધુળેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમના અંતિમ શ્વાસ લીધા હતા.

સિંહગઢ રસ્તા પર ગુરુવારે બપોરે સાડાબાર વાગ્યે કેટલાક અજ્ઞાત શખસોએ ધુળે પર દેશી પિસ્તોલથી ગોળીબાર કરી કોયતા અને ચોપરથી હુમલો કર્યો હતો, જેમાં ધુળે ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ હુમલાની માહિ‌તી મળતાં જ દત્તવાડી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. આ હુમલો જૂની અદાવતને કારણે થયો હોવાની શંકા પોલીસે વ્યકત કરી છે.

ધુળે પર દોઢ વર્ષ પૂર્વે પણ ખડકવાસલા વિસ્તારમાં હુમલો થયો હતો. પોલીસે ઘટનાસ્થળેથી પિસ્તોલ, બે કોયતા અને એક ચોપર જપ્ત કર્યાં છે. જમીનવિવાદમાંથી ગ્રામવાસી સાથે વેરઝેરમાંથી આ કૃત્ય કરાયું હોવાની પોલીસને શંકા છે અને તે દિશામાં તપાસ આદરી છે તેવું જણાવવામાં આવ્યું હતું.