• Gujarati News
  • 52 year old Rapes Tenant's Three year old Daughter In Pune

52 વર્ષીય મકાન માલિકે ભાડુઆતની ત્રણ વર્ષની બાળકી પર કર્યો બળાત્કાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પૂણે. સાંગવી પોલીસે રવિવારે પિમ્પલ ગુરાવમાં એક 52 વર્ષીય પુરુષની તેનાં ભાડુઆતની ભણ વર્ષની છોકરી પર 24 એપ્રિલનાં રોજ રેપ કરવાનાં આરોપરસર ધરપકડ કરી હતી.
છોકરીની માતાએ નોંધાવેલી ફરિયાદને પગલે પોલીસે આ પુરુષને આઇપીસીની કલમ 376 (બળાત્કાર) અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સ એક્ટ હેઠળ ધરપકડ કરી હતી. તેને ત્રીજી મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.
સાંગવી પોલીસ સ્ટેશનનાં પીએસઆઇએ એક અંગ્રેજી અખબારને જણાવ્યું હતું કે આ ઘટના ગુરુવારે સવારે 9.30 વાગ્યે બની હતી.
ફરિયાદીનાં પતિ, જે એક ટ્રક ડ્રાઇવર છે, તેમણે શકમંદની માલિકીનાં બિલ્ડિંગમાં એક રૂમ ભાડે લીધો હતો. ત્રણ વર્ષની બાળકી શકમંદની પૌત્રી સાથે તેમનાં ઘરની આગળ રમતી હતી. ફરિયાદી જ્યારે પોતાની પુત્રીને શોધવા માટે ત્યાં આવ્યા તો તે ત્યાં મળી નહતી.
ફરિયાદી જ્યારે શકમંદના ઘરની અંદર જવા જ જતા હતા ત્યારે તેમણે જોયું કે દરવાજો બંધ હતો. તેથી તેમણે બારીમાંથી રૂમમાં જોયું, પણ અંદર જોઇને તેમને આઘાત લાગ્યો, મકાન માલિક તેમની પુત્રીનું જાતિય શોષણ કરી રહ્યો હતો. ફરિયાદીએ તરત જ અવાજ ઉઠાવીને છોકરીને બચાવી લીધી હતી, તેમ પોલીસે જણાવ્યું છે.