તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Specify The Details Of The Visit To Raj Thakrey Phadanavisanas Challenge

રાજ ઠાકરે સાથે મુલાકાતની વિગતો સ્પષ્ટ કરવા ફડણવીસનો પડકાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- તમામ વિરોધી પક્ષોએ એકત્રિત થવું એવો સાદ અમે આપ્યો છે તેથી અમે નબળા છીએ એવો અર્થ થતો નથી

રાજ ઠાકરે સાથે થયેલી તમામ ચર્ચા રાજકીય અને માત્ર રાજકીય જ હતી. તેને શબ્દશ: જો જાહેર કરો તો પણ કોઈ ફરક પડતો નથી,’’ એવા શબ્દોમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ દેવેન્દ્ર ફડણવીસે મનસે અધ્યક્ષ રાજ ઠાકરેને લક્ષ્ય બનાવ્યા હતા. તમામ વિરોધી પક્ષોએ એકત્રિત થવું એવો સાદ અમે આપ્યો છે. તેથી અમે નબળા છીએ એવો અર્થ થતો નથી. જે સાથે આવશે તેને સાથે લઈશું. કોઈ આવે નહીં તો સરકાર વિરુદ્ધ ઝુંબેશ ઉપાડયા વગર રહીશું નહીં એવા શબ્દોમાં ફડણવીસે મનસેની ટીકા કરી હતી.

નાગપુર શ્રમિક પત્રકાર સંઘના વાર્તાલાપ કાર્યક્રમમાં ફડણવીસ બોલી રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં સત્તામાં આવવું એ એકમાત્ર ઉદ્દેશ ન હોઈ સારી સરકાર આવે એવા પ્રયત્નો થઈ રહ્યા છે. રાજ્યમાં હાલમાં સરકાર છે જ નહીં તેથી સારી હોવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. અમારી સત્તા આવતાં સારી સરકાર કોને કહેવાય તે સાબિત કરી આપીશું. સારી સત્તાનું મોડેલ અમારી પાસે છે અને તે માટે રાજ્યનું વિઝન ડોક્યુમેન્ટ તૈયાર થઈ રહ્યું છે.નરેન્દ્ર મોદીને લીધે એનડીએને મતો નહીં મળે એવી ચર્ચા તરફ ધ્યાન દોરતાં ફડણવીસે જણાવ્યું હતું કે ગુજરાતની છેલ્લી બે ચૂંટણીઓમાં કોંગ્રેસે મોદીનો ભય બતાવ્યો છતાં તેનું કોઈ પરિણામ આવ્યું નહીં.

હજુ પણ મુસ્લિમ મતદારો એકત્ર આવશે એવો તેમનો ખ્યાલ ખોટો છે. હિ‌ન્દુ- મુસ્લિમ જેવી વોટ બેન્કોનું રાજકારણ નથી. ગુજરાતમાં ૩૦ ટકા મુસ્લિમો છે. નરેન્દ્ર મોદીને ઓબીસીના નેતા તરીકે નહીં પરંતુ રાષ્ટ્રીય નેતા તરીકે પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યા છે. લાલ કૃષ્ણ અડવાણીની નારાજી મોદી પ્રત્યે નહોતી એવો દાવો પણ ફડણવીસે એક પ્રશ્નનો જવાબ આપતી વેળા કર્યો હતો.આ અગાઉ અપવાદરૂપે અથવા પરિસ્થિતિને લીધે ગુનેગારની પાર્શ્વભૂમિ ધરાવતા ઉમેદવાર આપ્યા હોવા છતાં હવે સ્વચ્છ છબિ ધરાવતા ઉમેદવારોને ચૂંટણીમાં ઉતારવા પર ભાર મૂકવામાં આવશે. ઉમેદવારો પર રાજકીય કેસો ચાલુ હોઈ શકે છે પરંતુ મહિ‌લાઓ પર અત્યાચાર અથવા ગંભીર ગુનાઓ ન હોવા જોઈએ એવી સ્પષ્ટ ભૂમિકા દેવેન્દ્ર ફડણવીસે વ્યક્ત કરી હતી.

છેલ્લાં પાંચ વર્ષોમાં ચૂંટણીઓમાં નાણાંનો પ્રભાવ ખૂબ વધી ગયો હોવાથી તેમાં સુધારા ન કરવાથી ન્યાયપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી થવી શકય નથી એવો સ્પષ્ટ મત વ્યક્ત કરતાં ભાજપના પ્રદેશાધ્યક્ષ દેવેન્દ્ર ફડણવીસે ગોપીનાથ મુંડેનું સમર્થન કર્યું હતું.ગોપીનાથ મુંડેએ ચૂંટણી વિશે પ્રવચન આપ્યું હતું. તેથી રૂ. ૮ કરોડના ખર્ચના મુદ્દે તેઓ મુશ્કેલીમાં આવશે એમ લાગતુ નથી.તે જ પ્રમાણે રાજ્યની લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ મુંડેના નેતૃત્વમાં લડવામાં આવશે એમ ભૂતપૂર્વ રાષ્ટ્રીય નીતિન ગડકરીએ જાહેર કર્યું હોવાથી હવે એ બાબતે કોઈ શંકા નથી, એમ પણ ફડણવીસે સ્પષ્ટ કર્યું હતું.