બાબાસાહેબના સ્મારકનું કામ એક માસમાં શરૂ કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈ: ડોકટર બાબાસાહેબ આંબેડકરના 61મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે દાદરની ચૈત્યભૂમિ પર માનવ મહેરામણ ઉમટ્યો હતો. દેશના ખૂણેખાંચરેથી ભીમસૈનિકો મુંબઈ પહોંચ્યા હતા.રાજ્યપાલ સી. વિદ્યાસાગર રાવ અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ચૈત્યભૂમિ પર જઈને ડોકટર બાબાસાહેબ આંબેડકરને અંજલિ આપી હતી.

 

ઈંદુ મિલમાં ઊભા થનારા બાબાસાહેબના સ્મારકના કામની શરૂઆત એક મહિનામાં થશે. આ કામના ટેંડર કાઢવામાં આવ્યા છે એવી માહિતી મુખ્યમંત્રીએ આપી હતી. શાળા શિક્ષણ મંત્રી વિનોદ તાવડે, વિધાનસભા અધ્યક્ષ હરીભાઉ બાગડે સહિત અનેક મહાનુભવોએ બાબાસાહેબને શ્રદ્ધાંજલિ આપી હતી. 

અન્ય સમાચારો પણ છે...