તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઐતિહાસિક દિવસ: હાજીઅલીમાં મહિલાઓએ કર્યો પ્રવેશ, દરગાહમાં ચાદર ચઢાવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ: મુંબઈની પ્રસિદ્ધ હાજીઅલી દરગાહમાં મહિલાઓને પ્રવેશ આપવા બાબતના આંદોલન માટે 29મી નવેમ્બરનો દિવસ ઐતિહાસિક સાબિત થયો હતો. પોતાના હક્ક બજાવવા માટે દેશભરમાંથી આવેલી 80 મહિલાઓએ મંગળવારે હાજીઅલી દરગાહમાં પ્રવેશ કર્યો હતો. દરગાહની પવિત્ર મજાર સુધી જઈને મહિલાઓએ ચાર વર્ષ બાદ ઈબાદત કરી. લાંબા સમયની કાયદેસર લડત લડ્યા બાદ ‘ભારતીય મુસ્લિમ મહિલા આંદોલન’ના નેતૃત્વમાં સમગ્ર દેશમાંથી આવેલી 80 મહિલાઓએ અંતે દરગાહમાં પ્રવેશ મેળવ્યો હતો અને મજારના દર્શન કરીને જિયારત કરી.

મુંબઈ હાઈકોર્ટ દ્વારા પ્રતિબંધને હટાવવાનો આદેશ

હાજી અલીમાં પ્રવેશ કર્યા બાદ મહિલાઓએ સૌથી પહેલા મજાર પર ચાદર અને ફૂલ ચઢાવીને શાંતિની પ્રાર્થના કરી. આ દરમિયાન દરગાહ ટ્રસ્ટ તરફથી કોઈ પ્રકારનો વિરોધ કરાયો નહોતો. ઉલટાનું ત્યાં આવેલી મહિલાઓ માટે વિશેષ વ્યવસ્થા કરાઈ હતી. બે વર્ષ પૂર્વે દરગાહમાં મુખ્ય ભાગમાં મહિલાઓને પ્રવેશ કરવા ઉપર લગાવવામાં આવેલા પ્રતિબંધને ભારતીય મુસ્લિમ મહિલા આંદોલન(બીએમએમએ) દ્વારા પડકાર આપવામાં આવ્યો હતો. તે જ વર્ષે ઓગસ્ટ મહિનામાં મુંબઈ હાઈકોર્ટે આ પ્રતિબંધને હટાવવાનો આદેશ આપ્યો હતો.

મહિલાઓ મજાર સુધી પ્રવેશ કરશે એવી ઘોષણા

મહિલાઓને માટે પ્રવેશબંધી કરવાનું એ રાજ્ય બંધારણના મૂળભૂત હકકનું ઉલ્લંઘન ઠરે છે, એવો મત મુંબઈ હાઈકોર્ટે નોંધાવ્યો હતો. ત્યાર પછી હાઈકોર્ટના નિર્ણયને દરગાહના ટ્રસ્ટે સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો હતો. 24મી ઓકટોબરે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો નિર્ણય યથાવત રાખી મૂક્યો હતો. છેવટે આ નિર્ણયની અમલબજાવણી કરવા માટે દરગાહ ટ્રસ્ટે સુપ્રીમ કોર્ટ પાસે 4 અઠવાડિયાની મુદત માંગી હતી. સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી 29 નવેમ્બરના દિવસે મહિલાઓ મજાર સુધી પ્રવેશ કરશે એવી ઘોષણા ભારતીય મુસ્લિમ મહિલા આંદોલને કરી હતી.
આગળની સ્લાઇડમાં વાંચો, મહિલા હોય કે પુરુષ બંને મજારથી 2 મીટર દુર....
અન્ય સમાચારો પણ છે...