આખરે મુંબઇ વારંવાર વરસાદમાં કેમ ડૂબવા લાગે છે, જાણો આ છે કારણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ: સમગ્ર દેશમાં લોકોને આશ્ચર્ય થાય છે કે આખરે મુંબઈ જેવું મહાનગર વરસાદમાં ડૂબી કેમ જાય છે. 2005માં સેંકડો લોકોનાં મોત થયાં હતાં, તેમ છતાં આજે 12 વર્ષ બાદ પણ સ્થિતિ યથાવત્ છે. તેના ચાર મુખ્ય કારણો છે. - પૂર રોકવા માટેના અધૂરા પ્રોજેક્ટ, શહેરની ખરાબ ડ્રેનેજ સિસ્ટમ, ઓછા થઇ રહેલા વૃક્ષ અને ગંદી થઇ રહેલી મીઠી નદી.

- કુર્લા-સાકીનાકાનો વિસ્તાર નીચાણમાં છે. અહીં ભંગારનું કામ થાય છે. તેના 150 કરતા વધારે ગોડાઉન છે, જે ખૂબ જ ગંદકી કરે છે.
- એલબીએસ રોડના આ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન ઝડપથી થયું છે. અહીંથી ખૂબ કાટમાળ-કચરો નદીમાં ફેંકાય છે.
- વાકોલા-સાંતાક્રૂઝની આસપાસના વિસ્તારમાં હજાર કરતાં વધારે ઝૂંપડપટ્ટી છે તેથી અહીં નદીની પહોળાઇ ઘટી ગઇ છે.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, પ્રોજેક્ટમાં વિલંબ, ડ્રેનેજ સિસ્ટમના ખરાબ હાલ, મીઠીની મુશ્કેલી, જંગલોનો નાશ થઇ રહ્યો છે....
અન્ય સમાચારો પણ છે...