મુંબઈ :રાજ્યપાલ રાવનું હેલિકોપ્ટર રસ્તો ભૂલી ગયું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ તસવીર: સી.એચ. વિદ્યાસાગર રાવ)
મુંબઈ :પાઈલટને દિશાની સમજ ન પડવાથી મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.એચ. વિદ્યાસાગર રાવનું હેલિકોપ્ટર નાંદેડના કિનવટ ખાતે રસ્તો ભૂલ્યું હતું. તેથી તેલંગણાની સીમા પાસે હેલિકોપ્ટરનું લેન્ડિંગ કરવું પડ્યું હતું. રાજ્યપાલનું હેલિકોપ્ટર સવારના સાડા દસ વાગ્યે નાંદેડના ગુરુ ગોવિંદસિંઘ એરપોર્ટ પર પહોંચ્યું હતું.
સાડા અગિયાર સુધી જવર પહોંચવું જરૂરી હતું. પણ એટીસી અને પાઈલટ વચ્ચેનો સંપર્ક તૂટી ગયો હતો. તેથી હેલિકોપ્ટર તેલંગણા રાજ્યમાં ઘુસ્યું હતું. 24 મિનિટ પછી સંપર્ક થવાથી હેલિકોપ્ટર જવર ખાતે પહોંચ્યું હતું. કાર્યક્રમ પૂરો થયા પછી રાજ્યપાલ એ જ હેલિકોપ્ટરથી સુરક્ષિતપણે ઔરંગાબાદ પહોંચ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...