તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Vidarbha Hunting Tigers In China Are Sold In 40 Lacs

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદર્ભમાં શિકાર થતાં વાઘ ચીનમાં ૪૦ લાખમાં વેચાય છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વિદર્ભમાં શિકાર થતાં વાઘ ચીનમાં ૪૦ લાખમાં વેચાય છે
- ત્રણ અભયારણ્યમાં છેલ્લા ચાર મહિ‌નાઓમાં ૧૭ વાઘનો શિકાર
- ૨પ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે
- વાઘ ૬.૮૦ કરોડમાં વેચાયા, વન અધિકારીઓની સંડોવણીની આશંકા


વિદર્ભમાં થનારા વાઘના શિકારના તાર ઠેઠ ચીન સુધી પહોંચ્યા હોવાની આઘાતજનક માહિ‌તી પ્રાપ્ત થઈ છે. આ સંદર્ભમાં તૈયાર કરાયેલી નાણાંની હેરફેરની ડાયરી હાથ લાગતાં તે સંદર્ભમાં મારવામાં આવેલા ૧૭ વાઘ ૬.૮૦ કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યાનું સત્ય બહાર આવ્યું છે. વન વિભાગના અધિકારી પણ આમાં સહભાગી હોવાની શંકા છે. વિદર્ભમાંનાં ત્રણ અભયારણ્યમાં છેલ્લા ચાર મહિ‌નાઓમાં ૧૭ વાઘનો શિકાર કરવામાં આવ્યો હતો. તે ઘટનામાં પચ્ચીસ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમની પાસેથી ચોંકાવનારી માહિ‌તી બહાર આવી છે.

વાઘનાં ચામડાં અને હાડકાંની માગણી ચીનમાં સૌથી વધુ છે. ચીનના દાણચોરો ભારતના નરેશ ચાચાને કોન્ટ્રાક્ટ આપે છે. તે મુજબ સર્જુ નામનો દલાલ ઓર્ડર લઈ તે સીધો શિકારીઓનો સંપર્ક કરો હતો. શિકારીઓ વાઘનો શિકાર કરી માલ સર્જુને પહોંચાડતા હતા. સર્જુ નરેશને અને નરેશ ઠેઠ ચીનને તે માલ પહોંચાડતો હતો.

આ વ્યવહારની ડાયરીમાંથી મળેલી વિગતો મુજબ એક વાઘ વધુમાં વધુ ૪૦ લાખ રૂપિયામાં વેચવામાં આવતો હતો. ૧૭ વાઘનું વેચાણ રૂપિયા ૬ કરોડ ૮૦ લાખમાં કરવામાં આવ્યું હતું. દિલ્હીમાં ધરપકડ કરવામાં આવેલા આરોપી નરેશ ઉર્ફે 'ચાચા’ પાસેથી પ૦ લાખની રોકડ જપ્ત કરવામાં આવી છે. ચાચાના હિ‌સાબ મુજબ ચાલુ વર્ષના ગયા ફેબ્રુઆરીની ૨૮મીએ તેણે બહેલિયાના ક્લેકટિંગ એજન્ટ સર્જુ અને અન્યોએ વાઘનાં પાંચ ચામડાં માટે રૂપિયા ૩૨ લાખ પ૦ હજાર, ૨૧ કિલો ૩૦૦ ગ્રામ હાડકાં માટે સાત લાખ રૂપિયા અને ૧૭ કિલો ૧૦૦ ગ્રામ હાડકાં માટે પાંચ લાખ પ૦ હજાર રૂપિયા મેળવ્યા હતા.

આમ, એકંદર તેણે ૪પ લાખ રૂપિયાનો ધંધો કર્યો. આ કિંમત તો માત્ર ભારતમાંની જ હતી. પરંતુ આ બધો માલ નેપાળ માર્ગે ચીન સુધી પહોંચાડવામાં આવતાં તેની કિંમત ત્રણ ગણ વધી જાય છે. આનો અર્થ કે ચાચાએ આ કામમાંથી લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાની કમાણી કરી હોવી જોઈએ.

- વન પ્રધાન શું કરે છે?
રાજસ્થાનમાં સારિસ્કા વાઘ પ્રકલ્પમાં કેટલાંક વર્ષો પૂર્વે શિકારીઓએ આવો જ ઘાટ ઘડયો હતો. તે વેળાએ સારિસ્કામાં વાઘની સંખ્યા શૂન્ય પર આવી જતાં તત્કાલીન વડા પ્રધાને તાત્કાલિક ટાઈગર ટાસ્ક ફોર્સ ગોઠવી દીધી. આ ઘટના સંબંધે સંપૂર્ણ વન વિભાગના અધિકારીઓને જવાબદાર ગણી નિલંબિત કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં પણ શિકારીઓએ સિંહનો શિકાર કરી કનડગત ઊભી કરી હતી. તે સમયે મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે આ ઘટનામાં ધ્યાન આપી જવાબદાર અધિકારીઓને ઘરનો માર્ગ દેખાડી દીધો હતો. ત્યાર બાદ તેમણે ઊભી કરેલી કાયમી વ્યવસ્થાના પરિણામ રૂપે ત્યારથી આજ સુધી એક પણ સિંહનો શિકાર થયાનું જાણવામાં આવ્યું નથી.

મહારાષ્ટ્રમાં વાઘના શિકાર બાબતે આટલી મોટી ઘટના બહાર આવવા છતાં અને વૈશ્વિક સ્તર પર તેની નોંધ લેવામાં આવી છે, છતાં અધિકારીઓથી વન પ્રધાન, મુખ્ય પ્રધાન એટલું જ નહીં વડા પ્રધાન સુધીનાએ પણ ગંભીરતાપૂર્વક નોંધ લીધી નથી, એ અંગે આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવે છે. દેશમાં સૌથી વધુ સંખ્યામાં વાઘ મહારાષ્ટ્રમાં અને મહારાષ્ટ્રથી પણ વધુ વાઘ વિદર્ભમાં છે. તેને કારણે ટાસ્ક ફોર્સનો વીંટો વાળી દેવા સરકાર આ વાઘની હ્યાતિ જ ન રહે તે જોવાની રાહ જુએ છે, એવો પણ સવાલ હવે વન્યજીવન નિષ્ણાતો ઉપસ્થિત કરી રહ્યા છે. મહારાષ્ટ્રના વન પ્રધાન પતંગરાવ કદમ આવા શિકારને રોકવા માટે શી ઉપાયયોજના કરવાના છે તે બાબતે સૌનું ધ્યાન દોરાયેલું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો