વચેટિયાઓને પડતા મૂકીને શાકભાજીનાં સીધાં વેચાણની યોજના

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેતર અથવા વાડીમાં ઉપજતા શાકભાજીનું ખરીદી - વેચાણ વચેટિયા અથવા એપીએમસી (કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ)ને બાયપાસ કરીને સીધે સીધુ કરવાનો પ્રયોગ પુણે, નાસિક અને નાગપુરમાં સફળ થયા પછી હવે મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં પણ હાથ ધરવામાં આવનાર હોવાની જાહેરાત મહારાષ્ટ્રના ખેતીવાડી ખાતાના પ્રધાન રાધાકૃષ્ણ વિખે પાટીલે થાણેમાં કરી હતી. એપીએમસીને વચ્ચે નહીં લાવતાં કરવામાં આવનારા ખરીદી વેચાણથી ખેડૂતો અને ગ્રાહકો બન્નેને તેનો લાભ થશે, એવી સ્પષ્ટતા તેમણે કરી હતી.
થાણે જિલ્લાની કૃષિ યોજનાઓની સમીક્ષા અર્થે વિખે પાટીલે કલેક્ટર કાર્યાલયની મુલાકાત લીધી હતી. એ વખતે પત્રકારો સાથે વાતચીત કરતાં તેમણે આ યોજનાની માહિ‌તી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ''એપીએમસી માર્કેટમાં આડતિયાઓ દ્વારા કરવામાં આવતા વ્યવહારમાં ખેડૂતોને ખાસ કંઈ હાથ લાગતું નથી. વળી તેમાં વિલંબ થતાં ગ્રાહકોનો પૂરા પૈસા ખર્ચ કર્યા છતાં તાજાં શાકભાજી મળતાં નથી. એ મુશ્કેલીઓ દૂર કરવા માટેખેતર-વાડીમાંથી શાકભાજી લાવીને સીધે સીધા શહેરોના બજારોમાં વેચાણની યોજના રાજ્ય સરકારે હાથ ધરી છે. આ વેચાણ, શહેરોમાં સક્રિય બચત જૂથો રચાશે.