વસંત પંચમી અને વેલેન્ટાઇન ડે પર નહીં વાગશે લગ્નના ઢોલ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વસંત પંચમી આ વર્ષે 14 અને 15 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. આ વર્ષે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર અસ્ત થવાને લીધે માંગલિક કામો પર બ્રેક લાગશે. એટ્લે વેલેન્ટાઇન ડે અને વસંત પંચમીનીના સંયોગ માટે લગ્ન કરનારા પ્રેમી જોડા નિરાશ જરૂર થશે. વસંત પંચમીના મુહરતને લઈને જ્યોતિષોમાં મતભેદ છે. પંચમી તિથી 14 ફેબ્રુઆરીની સવારે 10.20 વાગ્યેથી 15 ફેબ્રુઆરી એ 10.35 વાગ્યા સુધી રેહશે. એટ્લે બંને દિવસે વસંત પંચમીની ઉજવણી થશે.

કેટલાક જ્યોતિષના મત અનુસાર વસંત પંચમીનો યોગ છે 15 ફેબ્રુઆરીએ. પણ 14-15 ફેબ્રુઆરીએ શુક્ર અસ્ત થાય છે એ કારણથી વિવાહ નહીં થઈ શકે એવું કેટલાક જ્યોતિષનું માનવું છે. 13 ફેબ્રુઆરીથી વિવાહનો કારક ગ્રહ શુક્ર અસ્ત થશે. એટ્લે જ્યોતિષ આચાર્યના મતે 14-15 ફેબ્રુઆરીએ લગ્ન લેવા હિતાવહ નથી. 13 ફેબ્રુઆરીએ વિવાહનો કારક ગ્રહ શુક્ર અસ્ત થશે અને 10 એપ્રિલે ઉદિત થશે. દોઢ મહિના સુધી એક પણ મુહરત લગ્નનું નથી એવું જ્યોતિષ લોકોનું માનવ્યું છે.

જયારે કેટલાક જ્યોતિષ એવું માની રહ્યા છે કે પહલી વાર સંયોગ બની રહ્યો છે, આ પેહલા 26 અને 27 જાન્યુઆરી 1993માં વસંત પંચમી ઉજવવામાં આવી હતી. 14-15 ફેબ્રુઆરીએ માં સરસ્વતીની જો પુજા કરવામાં આવશે તો એ શુભ રેહશે.