• Gujarati News
  • UTV STARS ‘Walk Of The Stars’ Felicitates Veteran Actor Shashi Kapoor

યુટીવી સ્ટાર્સ વોક ઓફ ધ સ્ટાર્સ દ્વારા શશી કપૂરનું સન્માન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-શશી કપૂરની હસ્તમુદ્રાવાળી ટાઈલનું પુત્ર કુનાલ કપૂરને હસ્તે અનાવરણ
-બાંદરા પ્રોમેનેડ ખાતે વોક ઓફ ધ સ્ટાર્સ ગોઠવાશે
દંતકથા સમાન શશી કપૂરનું સન્માન કરવા માટે યુટીવી સ્ટાર્સે હાલમાં ટાઈલ પર આ અભિનેતાની હસ્તમુદ્રાનું અનાવરણ કર્યું હતું. આ ટાઈલનું અનાવરણ કુનાલ કપૂર દ્વારા પૃથ્વી થિયેટર ખાતે કરાયું હતું, જે સમયે શશી કપૂર પણ હાજર હતા. આ ટાઈલ હવે બાંદરા બેન્ડસ્ટેન્ડ પ્રોમેનેડ ખાતે વોક ઓફ ધ સ્ટાર્સ નામે યુટીવી સ્ટાર્સની પ્રીમિયમ પ્રોપર્ટી ખાતે ગોઠવાશે. યુટીવી સ્ટાર્સ દ્વારા અમારું આ રીતે સન્માન કરાયું તે બહુ જ હૃદયસ્પર્શી પ્રસંગ છે.
આ હસ્તમુદ્રા ભારતીય ફિલ્મોદ્યોગમાં મારા પિતાના યોગદાનનું પ્રતિક છે અને મારા પિતાની ટાઈલનું તેમની હાજરીમાં અનાવરણ કરવાનો મને મોકો મળ્યો તેનાથી હું સન્માનિત લાગણી અનુભવી રહ્યો છું. તેઓ તેમના સમયમાં બહુ જ લોકપ્રિય કલાકાર હતા અને તે રીતે જ તેઓ યાદ રહેશે, એમ યુટીવી સ્ટાર્સ વોક ઓફ ધ સ્ટાર્સ દ્વારા તેના પિતાને સમર્પિ‌ત ટાઈલનું અનાવરણ કર્યા પછી કુનાલ કપૂરે જણાવ્યું હતું.
યુટીવી સ્ટાર્સ બોલિવૂડને તેના ચાહકોની વધુ ને વધુ નિકટ લાવવા પર ભાર આપે છે. શશી કપૂર ભારતીય સિનેમાના પ્રતિક રહ્યા છે અને ઉદ્યોગમાં તેમનું યોગદાન અમૂલ્ય છે. તેમનું હસતું વ્યક્તિત્વ અને તેમની ભૂમિકાઓએ બેજોડ વારસો નિર્માણ કર્યો છે અને અમે યુટીવી સ્ટાર્સ વોક ઓફ ધ સ્ટાર્સના ભાગરૂપે તેમની ટાઈલ ધરાવીએ છીએ તે બદલ ખુશી છે, એમ મિડિયા નેટવર્ક્સ ડિઝની યુટીવીના એમડી આનંદે જણાવ્યું હતું.