તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

USમાં અકસ્માતમાં માતા-પિતા અને પુત્રનું મોત, મૃતદેહ લાવવા પૈસા નથી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈ: ન્યુયોર્કમાં મૂળ કલ્યાણ (મુંબઈ)ના ચંદન ગવઈ અને તેનાં પેરેન્ટ્સનું રોડ એક્સિડેન્ટમાં મોત થયું હતું અને તેની પત્ની કોમામાં સરી પડી હતી. ભારતમાં રહેતા ચંદનના ભાઈઓ પાસે એટલા પૈસા નથી કે તેઓ પોતાના ભાઈ અને પેરેન્ટ્સના મૃતદેહ અંતિમ સંસ્કાર માટે ભારત લાવી શકે. સમગ્ર ઘટના અંગે વિદેશમંત્રી સુષમા સ્વરાજે ટિ્વટ કરી પરિવારને સાંત્વના આપી કે સરકાર તેઓની મદદ કરશે. ચંદન ગવઈ ન્યુયોર્કમાં એક આઈટી કંપનીમાં કામ કરતા હતા. 4 જુલાઈએ તેઓ પત્ની, પુત્ર અને માતા-પિતા સાથે ઈન્ડિપેન્ડ્ન્સ ડે હોવાથી બીચ પર આતશબાજી જોવા ગયાં હતાં. બાદમાં ઘરે પરત ફરતી વખતે ખૂબ જ સ્પીડમાં આવતા એક પિકઅપ ટ્રકે ચંદનની કારને ટક્કર મારી હતી.

ટ્રક ડ્રાઈવરનું પણ ઘટનામાં મોત નીપજ્યું હતું

અકસ્માતમાં ચંદન અને તેમનાં માતા-પિતાનું મોત નીપજ્યું. 11 વર્ષીય પુત્રને બંને હાથમાં ફ્રેક્ચર થયું અને પત્ની મનીષાને માથા પર ગંભીર ઈજા થતા તે કોમામાં સરી પડી. ટ્રક ડ્રાઈવરનું પણ ઘટનામાં મોત નીપજ્યું હતું બાદમાં બહાર આવ્યું કે ટ્રક ડ્રાઈવર દારૂના નશામાં હતો. ઘટનાની જાણ થતા જ ચંદનના બંને નાના ભાઈ સ્વપ્નિલ અને આનંદ ન્યુયોર્ક પહોંચ્યા હતા પરંતુ પૈસાના અભાવે બંને ભાઈને પોતાના મોટા ભાઈ અને માતા-પિતાના મૃતદેહ ભારત પરત લાવવામાં મુશ્કેલી પડી રહી છે.

ભારત સરકાર પાસે માગી મદદ

બંને ભાઈઓએ હવે ભારત સરકાર પાસે મદદ માગી છે. આનંદનું કહેવું છે કે અમે બોડીના અંતિમ સંસ્કાર ન્યુયોર્કમાં નથી કરવા ઈચ્છતા. મૃતદેહોને પરત લાવવા માટે ભારત સરકારની મદદની જરૂર છે. એનજીઓએ મદદ માટે 2 લાખ ડોલરનું ફંડ એકત્રિત કર્યું હતું પરંતુ બંને ભાઈઓનું કહેવું છે કે એનજીઓએ મદદ માટે તેમના કોલ્સ પર હવે કોઈ રિસ્પોન્સ નથી આપી રહ્યાં. મિતેશે ફોરેન મિનિસ્ટર સુષમા સ્વરાજને ટિ્વટ કરી મદદની અપીલ પણ કરી હતી.

US ઓથોરિટીએ કહ્યું ભાઈની બોડી પર દાવો ન કરી શકો

સ્વપ્નિલના જણાવ્યા પ્રમાણે, ત્યાંની ઓથોરિટીનું કહેવું છે કે તેઓ ભાઈના મૃતદેહ માટે ક્લેમ ન કરી શકે. ભાઈની બોડી પર માત્ર તેની પત્ની જ ક્લેમ કરી શકે છે.સમસ્યા એ છે કે ભાઈની બોડી છોડીને માત્ર પેરેન્ટ્સની બોડી પર ક્લેમ કેમ કેવી રીતે કરીએ.

ભારતીય એમ્બેસીએ મદદ ન કરી

મોટા ભાઈ આનંદે મદદ માટે ઈન્ડિયન એમ્બેસીના અનેક ધક્કા ખાધા પરંતુ કોઈ મદદ ન મળી. આનંદે કહ્યું કે જ્યારે અમે ઈન્ડિયન એમ્બેસી પાસે મદદ માગવા ગયા, ત્યાં અમારું અપમાન પણ કરવામાં આવ્યું હતુ.

એક મૃતદેહ માટે જોઈએ રૂ. 13 લાખ

સ્વપ્નિલનું કહેવું છે કે એક બોડીને ભારત પરત લાવવા માટે અંદાજે 13 લાખ રૂપિયાનો ખર્ચ થશે જે અમારી પાસે નથી. અમેરિકામાં જ એક બોડીના અંતિમ સંસ્કાર માટે 4 લાખનો ખર્ચ થાય છે.અમે અમારા તમામ સંબંધીઓ પાસે મદદ માગી, પરંતુ આટલી રકમ એકત્રિત કરી શક્યા નહીં.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો